રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી રિવાબા જાડેજા,મેયર મીરાબેન પટેલ દ્વારા ‘વસ્તીગણતરી 2027’ અન્વયે ઓનલાઈન માધ્યમથી સ્વ-ગણતરી પૂર્ણ કરી હતી હતી

Spread the love

 

Gj 18 મહાનગરપાલિકાના મેયરશ્રી મીરાબેન પટેલ એ ‘વસ્તીગણતરી 2027’ અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ અભિયાનમાં જોડાઈને પરિવારની વિગતો ઓનલાઇન ભરી હતી. ત્યારે ડે. મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અભિયાનમાં જોડાવા સૌને આહવાન કર્યું હતું, અને પોતે વિગતો ઓનલાઇન ભરી રહ્યા છે, મંત્રી રિવાબા જાડેજા પણ અભિયાનમાં જોડાયા છે,

 

મેયર શ્રી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ સુવિધાનો સૌ માટે સારી છે, તેનો ઉપયોગ કરીએ.

 

તારીખ 31 મે 2026 સુધી યોજાનારી આ પ્રક્રિયામાં ભાગ લેવા અને ઘરે બેઠા જ પોતાની વિગતો ઓનલાઈન ભરીને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી થવા મેયરશ્રી એ સૌ નગરજનોને અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *