અમેરિકાની દાદાગીરી સામે ભારતનો હુંકાર, રશિયા પાસેથી જ ક્રૂડ ઓઇલ ખરીદવાનો મોદી સરકારનો મોટો નિર્ણય

Spread the love

ભારતની તેલ નીતિ વ્યાપારી લાભો પર આધારિત, કોઈનું દબાણ નહીં ચાલે (Russia India Oil Imports)

મે મહિનામાં રશિયન ઓઇલની આયાત 1.9 મિલિયન બેરલના રેકોર્ડ સ્તરે પહોંચશે

ભારતીય રિફાઇનરીઓ સજ્જ, અન્ય દેશો પાસેથી પણ તેલના વિકલ્પો ખુલ્લા

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. અમેરિકા દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા (Energy Security) ને લઈને અડગ રહ્યું છે.

અમેરિકા દ્વારા આપવામાં આવેલી કામચલાઉ માફીની મુદત પૂરી થઈ હોવા છતાં, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખશે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિત અને વ્યાપારી જરૂરિયાતો પર આધારિત છે.

 

Russia India Oil Imports : સરકારનું સ્પષ્ટ વલણ

 

પેટ્રોલિયમ મંત્રાલયમાં સંયુક્ત સચિવ સુજાતા શર્મા એ આ બાબતે પક્ષ રાખતા જણાવ્યું હતું કે ભારતની રશિયન તેલ ખરીદી ક્યારેય પણ અમેરિકાની માફી પર નિર્ભર નહોતી. ભારત પોતાના વ્યાપારી લાભોને ધ્યાનમાં રાખીને તેલની આયાત કરે છે. બજારમાં હાલ ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ભારતીય રિફાઇનરીઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.

રશિયા ભારત માટે મોટું સપ્લાયર

 

વર્ષ 2022 થી શરૂ થયેલા યુદ્ધ બાદ પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાએ એશિયન બજારો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રશિયા ભારતને ડિસ્કાઉન્ટેડ દરે તેલ ઓફર કરી રહ્યું છે, જેના કારણે ભારતની આયાત મે મહિનામાં પ્રતિદિન 1.9 મિલિયન બેરલ સુધી પહોંચવાની શક્યતા છે. આ આંકડો રેકોર્ડ સ્તરની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે.

 

વૈકલ્પિક સ્ત્રોતો અને સજ્જતા

 

જોકે રશિયા ભારત માટે મુખ્ય સપ્લાયર છે, પરંતુ ભારત પાસે અન્ય ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. ભારત અમેરિકા , યુએઈ , ઓમાન અને ઇરાક જેવા દેશો પાસેથી પણ તેલ મેળવે છે. સ્થાનિક બજારમાં માંગમાં રહેલી મંદી અને હાજર બજાર [Spot Market] માં તેલની ઉપલબ્ધતાને કારણે ભારત હાલમાં ઊર્જા કટોકટીથી સુરક્ષિત જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *