GJ-૧૮ કલેક્ટર કચેરીએ રોજબરોજ હજારો અરજદારો પોતાના કામો લઇને આવતાહોય છે. ત્યારે GJ-૧૮ ના તાલુકા એવા દહેગામ, માણસા, કલોલ, GJ-૧૮(શહેર) ખાતેથી આવકનો દાખલો, પેઢીનામું, થી લઇને સહી-સીક્કા કરાવવા, દસ્તાવેજ થી લઇને અનેક સરકારી કામો માટે અરજદારો આવતા હોય છે. ત્યારે કલેક્ટર કચેરીએ ખાતા પ્રજા માટે જનસુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે,તેમાં કોઇપણ કામ હોય તો બારીએથી અરજી, થી લઇને તમામ વિગતો, કાગળો આપો એટલે માહિતી મળી જાય, ત્યારે રોજબરોજ આવકનો દાખલો કાઢવવા, થી લઇને જાતિનો દાખલો કઢાવવા જિલ્લામાંથી ઘણાજ અરજદારો આવે છે. ત્યારે આ કામ પૂર્ણ કરવા માટે લાઇનમાં ઉભું રહેવું પડતું હોય છે, અને ઉનાળામાં જાે તમારો નંબર ૧૦ મો હોય તો ૧ કલાકથી વધારે સમય તડકામાં શેકાવું પડે, આ પ્રશ્ને વરસાદમાં પણ અરજદારો પલળતા હોય છે. ત્યારે આ પ્રશ્ને અમારા અખબારમાં શેડ અરજાદોર માટે નાંખવાનું લખવામાં આવતાં અને પ્રજાકીય પ્રશ્ન હોવાથી યોગ્ય લાગતાં આખા તંત્રએ તાબડતોડ શેડ નાંખવાનું નક્કી કરતાં અરજદારોમાં હાશકારો ફેલાયો છે.ઉનાળા તથા ચોમાસાની ઋૃતુમાં હવે અરજદારો શેકાશે નહીં અને વરસાદથી પણ બચશે, ત્યારે આ પ્રશ્ને કલેક્ટર ધ્વારા આ પ્રશ્નનું તાબડતોડ નિર્ણયથી અનેક અરજદારોએ કલેક્ટરને આર્શીવાદ આપ્યા હતા. બાકી સરકારી તંત્રમાં મંજૂરી, ટેન્ડરથી લઇને અનેક પ્રક્રીયાઓ બાદ આ કામો થાય, ત્યારે અહીંયા જે પ્રજાના પ્રશ્ને અને પ્રજાની હાલાકીનો અખબારમાં ચીતાર રજૂ કર્યા બાદ કલેક્ટરશ્રી દ્વારા ઝડપભેર નિર્ણય લેવા બદલ પ્રજામાં હર્ષની લાગણી ફેલાઇ છે.