GJ-૧૮ હવે બે ભાગમાં વહેંચાઇ ગયું છે. ત્યારે જુનું- GJ-૧૮ એટલે ૧ થી ૩૦ સેક્ટરનો સમાવેશ કહેવાય, અને ન્યુ GJ-૧૮ એટલે ચ-૦ પછીનું સર્કલથી કોબા સુધીનો વિસ્તાર જે GMC માં સમાવેશ કરવામાં આવ્યો તે ગણાય, ત્યારે આવનારા સમયમાં સૌથી વધારે વસ્તી મકાનો, દુકાનો, ઓફીસો થી લઇને સૌથી વધારે વિકાસશીલ GJ-૧૮ ન્યુ હશે. પણ GMC માં સમાવેશ બાદ અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યુ છે. આજે પ્રથમ વરસાદમાં જ પાણી ભરાવવાથી લઇને ઠેર-ઠેર ગંદકી, કીચ્ચડ અને ખાડા જાેવાઇ રહ્યા છે. જ્યારે ત્યાં દરેક જગ્યાએ ખોદકામના કારણે એવી સ્થિતિ સર્જાઇ છે, કે વાહનો-પાર્ક પણ ક્યાં કરવા? દુકાનો પાસે ખરીદી કરવા જતાં ગ્રાહકો અને રહેવાસીઓ પણ ત્રસ્ત અને ત્રાહીમામ પોકારી ગયા છે. રીલાયન્સ ચોકડીથી લઇને કુડાસણ ગામ સુધી ખોદકામ કર્યા બાદ સુવ્યવસ્થિત રીતે પુરાણ, અને ખાડા ન પુરાતા ભુવા પણ પડી ગયા છે. વાહન-ચાલકો પણ ત્રસ્ત થઇ ગયા છે.
GJ -૧૮ ન્યુ ગંદકીથી ખદબદતું કીચ્ચડની નગરી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ચોમાસાની એક ઇંચ બેટીંગમાં પ્રજાજનો ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે ચોમાસાની ઋૃતૃમાં શું થશે? તે પ્રજાજનો હવે વિસાઇ રહ્યા છે. આવનારા દિવસોમાં ય્સ્ઝ્રમાં સૌથી વધારે ટેક્સ ભરનારમાં પ્રથમ GJ-૧૮ ન્યુ એવા વિસ્તારો આવશે તેમાં બેમત નથી. વિકાસની દોટ હવે GJ-૧૮ ન્યુ માં લાગી છે. ત્યારે વરસાદમાં ઠેર-ઠેર ખોદેલા ખાડા, અને હવે વરસાદમાં રોડ, રસ્તા, ના કામ હવે બંધ કરવા જાેઇએ તેવું પણ લોકો કહી રહ્યા છે. સૌથી ટેક્સ ભરવામાં આવનારા સમયમાં ન્યુ GJ-૧૮ હશે, અને વસ્તીની તથા રહેવાસીઓની દ્રષ્ટીએ સૌથી વધારે સંખ્યા હસે, ત્યારે લાખો ખર્ચવા છતાં સુખ-સુવિધા મળતી નથી અને દુવિધાની ઉપાધીઓથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે તંત્રએ હવે કમરકસીને આ વિસ્તારમાં ચોમાસા બાદ કોઇ નવા કાર્યની શરૂઆત કરે તેવી પણ પ્રબળ માંગણી ઉઠવા પામી છે.