વન નેશન, વન ઇલેક્શન’ માટે ગુજરાત તૈયાર : હર્ષ સંઘવી

Spread the love

સંયુક્ત સંસદીય સમિતિ સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ સહિતના સતાપક્ષ-વિપક્ષના નેતાઓની બેઠક

ગાંધીનગર, તા.20

એક રાષ્ટ્ર, એક ચૂંટણી (વન નેશન, વન ઇલેક્શન)ના ભાગરૂપે ગુજરાતની મુલાકાતે આવેલી સંયુક્ત સંસદીય સમિતિ સાથે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપરાંત શાસક ભાજપ તથા વિપક્ષી નેતાઓએ બેઠક કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સાથે ચૂંટણી માટે ગુજરાત તૈયાર હોવાનું જાહેર કર્યું હતું.

 

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલી સમિતિએ આજે સત્તાપક્ષ ઉપરાંત વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું હતું કે વન નેશન, વન ઇલેક્શન માટે ગુજરાત તૈયાર છે. વિપક્ષ વિરોધ કરે છે પરંતુ તેના આધાર-પુરાવા નથી. એક ચૂંટણી માટે ગુજરાત તમામ સહયોગ કરશે. રાજ્ય-દેશને કેવા નેતા જોઇએ છે તે મતદારો નકકી કરશે.

 

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા દ્વારા આ મુદ્દાનો વિરોધ કરીને તેને ષડયંત્ર ગણાવ્યું હતું. વન નેશન વન ઇલેક્શનના સંજોગોમાં રાજ્યોના અધિકારો ખત્મ થઇ જશે. મતદારોના અધિકારો પર પણ તરાપ લાગશે.

 

દરમિયાન સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પી.પી. ચૌધરીએ એમ કહ્યું હતું કે લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી એક સાથે થવાના સંજોગોમાં 7 લાખ કરોડની બચત થઇ શકે છે. જે જીડીપીના 1.6 ટકા થવા જાય છે. 41 સભ્યોની સમિતિનું પ્રતિનિધિત્વ કરતા પી.પી. ચૌધરીએ ગુજરાતના અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિવેદન કર્યું હતું.

 

ગુજરાત સરકાર દ્વારા અગાઉ ચકાસાય ન હતા તેવા પાસાઓની વિગતો આપવાની ઓફર કરવામાં આવી હતી. સરકારને વિસ્તૃત રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડલ બની શકે છે અને તે જ ફોર્મેટમાં રીપોર્ટ સોંપી શકે.

 

એક સાથે ચૂંટણીની ઉદ્યોગો, મજુરોની હિજરત, રોજગારી, જીએસટી કલેક્શન, પ્રવાસન, શિક્ષણ અને સમગ્ર અર્થતંત્ર પર કેવી થઇ શકે તેવા પાસાઓને રીપોર્ટમાં આવરી લેવાશે. મુખ્ય સચિવને રીપોર્ટ સોંપવા કહેવાયું છે તેના પર વિચારણા થશે.

 

તેઓ સુચિત દરખાસ્ત વિશે કહ્યું કે આ પગલાથી દેશની જીડીપીને 1.6 ટકાનો કાયદો થવાનું ખુદ અર્થશાસ્ત્રીઓ પણ માને છે. દેશને સાત લાખ કરોડની બચત થઇ શકે જેનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગરીબ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય તથા અન્ય જાહેર કલ્યાણ યોજનાઓ પાછળ કરી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સૂચિત ચૂંટણી સુધારા સમગ્ર દેશના હિતમાં છે.

 

તેઓએ રામનાથ કોવિંદના વડપણ હેઠળ કમીટી રચી હતી અને તેના દ્વારા એક સાથે ચૂંટણીની ભલામણ કરવામાં આવી હતી તેમના દ્વારા 18000 પાનાનો રીપોર્ટ સોંપાયો હતો. લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે પૂર્ણ થયાના 100 જ દિવસમાં પંચાયત તથા કોર્પોરેશનની ચૂંટણી કરવાની પણ ભલામણ છે.

 

ચૂંટણી સુધારાના સંજોગોમાં સરકારને વહિવટ-વિકાસ સહિતના કાર્યોમાં વધુ સમય મળી શકે અત્યારે એક પછી એક ચૂંટણીઓને કારણે વહિવટી માર પડે છે. કમીટી દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને કર્ણાટક જેવા રાજ્યોની મુલાકાત લઇ જ લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *