
સૂત્રોના જણાવ્યા અનુસાર અને હાલની સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાને લેવામાં આવે તો રાજકોટ માંથી પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં ટ્રક તથા માલવાહક વાહનો વિવિધ રાજ્યોમાં અવરજવર કરતા. પરંતુ હાલ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા વેપારીઓ ના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી અને વૈશ્વિક કટોકટીની સ્થિતિમાં વ્યાપાર આશરે 40% સુધી ઘટી ચુક્યો છે અને વાહનો નોન્યુઝ થઈ ગયા છે. અન આ સ્થિતિ ક્યારે સુધરશે તેનો કોઈ જ અંદાજ નથી. જાણકાર સૂત્ર અને જણાવ્યા અનુસાર જો આ પરિસ્થિતિ યથાવત એક સપ્તાહ સુધી પણ જોવા મળી તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તો પણ નવાઈ નહીં.
હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ શહેરમાં 800 જેટલા ટ્રાન્સપોર્ટરોનો ધંધો ચોપાટ થઈ ચૂક્યો છે. ત્યારે શહેરને જિલ્લામાં મળી આશરે 5,000 થી વધુ ટ્રક અને અન્ય માલ વાહક વાહનો જે નિયમિત ચાલતા હતા તે પૈડા ખંભી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ માત્ર 2000 જેટલા જ વાહનો રોડ પર દોડતા જોવા મળ્યા છે જેનો મતલબ એ છે કે હાલ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે પડી ભાંગ્યો છે. બાકીના વાહનોને કામ ન મળતાં પાર્કિંગમાં ઊભા રાખવા પડે છે, જેના કારણે માલિકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
હાલ જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લઈ વિવિધ રાજ્યોમાંથી જે માલની આવક થતી હતી તેમાં ઘણાખરા અંશે ઘટાડો જોવા મળ્યો છે અને તેની સીધી જ અસર ટ્રાન્સપોર્ટ ઉપર થાય છે. ત્યારે તે વાત સ્પષ્ટ છે કે રાજકોટના ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર બેઠી છે. જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લઈ પહેલા જે ટ્રાન્સપોર્ટ ના વ્યવહારો થતા તેના કારણે ઉદ્યોગ ધમધમતો હાલ અન્ય રાજ્યોમાંથી જ માલની આવક પર બ્રેક લાગી જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ઘણીખરી અસર પડી છે. પરંતુ હાલ ઓર્ડરમાં ઘટાડો અને બજારમાં મંદીના કારણે માલની હેરફેર ઘટી ગઈ છે. પરિણામે ટ્રકોને પૂરતું કામ મળતું નથી. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે માથાના દુખાવું સમાન છે.
ડીઝલ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને હેરાનગતિ
હાલ જે પરિસ્થિતિ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે તેને પહોંચી વળવામાં ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ નીકળી છે હાલ પેટ્રોલ અને ડીઝલના વિતરણ વ્યવસ્થા અંગે અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે ડીઝલનું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નબળું હોવાના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે હાલની સાંપ્રત પરિસ્થિતિમાં 20 થી 25 લિટર ડીઝલ ટ્રકને આપવામાં આવે છે જે ખરાબમાં પર્યાપ્ત નથી 300 થી 500 લીટર ડીઝલ જો ટ્રકને આપવામાં આવે તો જ તે કાર્યરત રહી શકે. હાલની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં સપ્લાય ઓછી હોવાથી પંપ બધાને યોગ્ય રીતે ડીઝલ તથા પેટ્રોલનો પુરવઠો આપે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ તેની સામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને જે જથ્થો મળવો જોઈએ તે મળી શકતો નથી અને પરિણામ સ્વરૂૂપે હાલ પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગેલી છે. જો આ સ્થિતિ આવનારા દિવસોમાં નિવારવામાં નહીં આવે તો ખૂબ મોટી અને વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકશે હાલ છે 40% ધંધો ટ્રાન્સપોર્ટનો પડીભાંગ્યો છે તે આગળ જાતા 60% થી વધુ પડી ભાંગે તેવી વિપરીત પરિસ્થિતિ ઉજાગર થશે. હાલ માલની મુવમેન્ટને પણ અસર પહોંચી છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વધુ વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તે માટે કલેક્ટર સાથે મીટીંગ ગોઠવાઈ તે માટેની તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે ને ચેમ્બર ઓફ કોમર્સને પણ ખાસ રજૂઆત કરવામાં આવી હોવાનું એસોસિએશનના સેક્રેટરી પરમરાજસિંહ રાણાએ જણાવ્યું હતું.