રાતોરાત 14 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવી ચૂકેલી કોકરોચ જનતા પાર્ટીને મળ્યો મોટો ઝટકો

Spread the love
આજકાલ સોશિયલ મીડિયા પર એક નવી નવેલી પાર્ટીની ખુબ ચર્ચા છે અને તે છે કોકરોચ જનતા પાર્ટી (CJP). વાત જાણે એમ છે કે ભારતના સીજેઆઈના નિવેદનના વિરોધમાં સોશિયલ મીડિયા પર બનાવવામાં આવેલી આ કોકરોચ જનતા પાર્ટી અચાનક ચર્ચામાં આવી ગઈ કારણ કે તેને સોશિયલ મીડિયામાં ખુબ પ્રસિદ્ધિ મળી રહી છે. રાતોરાત તેના ફોલોઅર્સ વધવા લાગ્યા. ઈન્સ્ટાગ્રામ પર તો અચાનક તેના ફોલોઅર્સ એક કરોડ પાર જતા રહ્યા.

પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે CJP પર મોટી કાર્યવાહી થઈ છે અને તેનું એક્સ હેન્ડલ ભારતમાં બંધ થયું છે.

 

આ પહેલા સીજેપીના ફાઉન્ડર અભિજીત દીપકેએ કહ્યું કે અમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાની કોશિશ થઈ. તેમનો દાવો છે કે જ્યારે એકાઉન્ટ હેક ન થઈ શક્યું તો તેને બંધ કરાયુ છે. અત્રે જણાવવાનું કે બપોર બાદ સીજેપીનું એક્સ એકાઉન્ટ ભારતમાં બેન થયું છે.

રાતોરાત વધ્યા ઈન્સ્ટા ફોલોઅર્સ

સામાન્ય રીતે કોઈ નવા એકાઉન્ટને લાખો ફોલોઅર્સ સુધી પહોંચતા મહિનાઓ કે વર્ષોનો સમય લાગે છે. પરંતુ આ હેન્ડલે ગણતરીના દિવસોમાં આ અંતર કાપી લીધુ છે. રસપ્રદ વાત એ છે કે આ એકાઉન્ટે ઈન્સ્ટાગ્રામ પર ભાજપના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરતા પણ વધુ ફોલોઅર્સ મેળવ્યા છે. કોકરોચ પાર્ટીના ફાઉન્ડરે આ અવસરે એક પોસ્ટ પણ શેર કરી. અવેલેબલ સ્ટેટસ અને સોશિયલ મીડિયા ટ્રેકિંગના આધારે જોઈએ તો આ એકાઉન્ટનો શરૂઆતનો ગ્રોથ વિસ્ફોટક રહ્યો. પહેલા 3થી 4 કલાકમાં તેણે લગભગ 25થી 30 લાખ ફોલોઅર્સ જોડ્યા હતા.

તેનો અર્થ એ થયો કે તે સમયે આ એકાઉન્ટ સરેરાશ દર કલાકે 6થી 8 લાખ નવા ફોલોઅર્સ મેળવતું રહ્યું. જે કોઈ પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ માટે ખુબ અસામાન્ય અને રેકોર્ડ સ્તરનો ગ્રોથ ગણાય છે. ત્યારબાદ પણ તેનો ગ્રોથ ધીમો પડતો જોવા મળી રહ્યો નથી. આગામી 48થી 72 કલાકમાં આ એકાઉન્ટ 70થી 90 લાખ ફોલોઅર્સ પર પહોંચી ગયું. ફોલોઅર્સ સતત વધી રહ્યા છે. છેલ્લી માહિતી મુજબ 21 તારીખે બપોરે 3.20 કલાક સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર તેના 14.3 મિલિનય ફોલોઅર્સ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *