
9 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 18 જૂનનાં રોજ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. 20 જૂનનાં રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે.
ગુજરાતની 4 બેઠક ખાલી
રાજ્યસભા ચૂંટણી માટે નોટિફિકેશન સામે આવ્યું છે. આગામી 18 તારીખે ચૂંટણી યોજશે. ગુજરાતની 4 બેઠક ખાલી થઈ રહી છે. 1 બેઠક કોંગ્રેસ પાસે 3 બેઠક ભાજપ પાસે છે.શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયા, નરહરિ અમીન અને રમિલા બારાની ટર્મ પૂરી થઈ રહી છે. આગામી ચૂંટણી તમામ 4 બેઠક ભાજપનાં ફાળે જશે તેવું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પાસે રાજ્યસભાની માત્ર એક બેઠક છે.
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો
તમને જણાવી દઈએ કે,કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાંથી ચાર-ચાર બેઠકો ખાલી થશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ત્રણ-ત્રણ બેઠકો ખાલી થશે. મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ઝારખંડમાંથી એક-એક બેઠક ખાલી થશે. આ ઉપરાંત, ઝારખંડ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી એક-એક બેઠક માટે પેટાચૂંટણીઓ યોજાઈ શકે છે. નિવૃત્ત થઈ રહેલા 22 સાંસદોમાંથી 11 ભાજપના છે, જ્યારે ચાર કોંગ્રેસના છે.
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગી રહ્યો છે. હાલમાં, ગુજરાતમાંથી રાજ્યસભાની 11 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે ફક્ત એક જ સભ્ય છે. વિધાનસભામાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ 21 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે.ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર રાજ્યસભામાં ગુજરાતનો કોઈ કોંગ્રેસ પ્રતિનિધિ નહીં હોય.