GJ-૧૮ ખાતે રાજ્ય સરકારે દરેક નાનાશ્રમજીવી વેપારીઓ માટે ચીપ ટાઇપની દુકાનો બનાવીને પોતે અત્મનિર્ભર બને અને રોજગારી મેળવે તેવા શુભ આસયથી આ દુકાનો ફાળવવામાં આવી છે.ત્યારે આ દુકાનો ફાળવવામાં આવે ત્યારે સરકાર દ્વારા અને ચકાસણી કરવામાં આવતી હોય છે. તેમાં કોઇ જાેખમી ધંધો વેપારી ન કરતો હોય જેથી કોઇ બીજા વેપારીથી લઇને અનેક આવન-જવન કરતાં ગ્રાહકોને તકલીફ પડે, ત્યારે જે આશયથી આ દુકાનો ફાળવવામાં આવી હતી, તે આશયની વિરુદ્ધ કૃત્ય થઇ રહ્યું હોવાનું સાપડ્યું છે. ત્યારે મીનાબજારમાં જે ફૂટપાથો ગ્રાહકો માટે ચાલવા માટે આપી છે તે ફૂટપાથો ઉપર વેપારીઓનો અડ્ડો હોય તેમ દુકાનો મોટા ભાગનો સામાન ફુટપાથ ઉપર મૂકી દીધો છે. અને ખાસ આ દુકાનોમાં ખાણી-પીણી, કપડા બજાર, કરીયાણું ઇલેક્ટ્રીક જેવી ચીજ વસ્તુઓ જે ગ્રાગકને તમામ સરળતાથી મળી રહે તે આશયથી સરકારે દુકાનો બનાવી આપી છે. ત્યારે અહીંયા મીનાબજારમાં ગેસ કીટ ફીટ કરવાનું કારખાનું હોય તેમ દે ઠોક દુકાનમાં અને દુકાનની બહાર ગેસકીટનું કારખાનું ઠોકી દીધું છે. ત્યારે આ ગેસકીટની દુકાન જીવતા બોમ્બ સમાન હોય તેમ ખૂબજ જાેખમી બની છે.જુનુ, સચિવાલય, નવું સચિવાલય બિલકુલ અડીને જ આવેલું છે. ત્યારે અહીંયા હજારો કર્મચારીઓ આવન-જાવન કરતાં હોય છે. અને આ ગેસ કીટ કનેક્શન કરવાનું કામ મીનાબજારમાં થતાં અનેક વેપારીઓ ફફડાટમાં જીવી રહ્યા છે. ન કરે નારાયણ અને પ્લાસ્ટ થાય તો શું? જેથી ગેરકાયદે ગેસ કીટ કનેક્શનની ફેક્ટરી ખોલી દેનારા તત્વોને અહીંથી તગેડી મૂકવાની માંગ પણ બુલંદ બનવા પામી છે. જાેવા જઇએ તો ગેસ કીટ આ બધુ કામ GIDC સિવાય થઇ શકે નહીં, અને જગ્યા પણ મોટી જાેઇએ ત્યારે અહીંયા ગેરકાયદે દુકાનમાં દે ઠોક આ ગેસ કીટ કનેક્શનનું કામ જાેરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે અહીંયા રોજબરોજ ધારાસભ્યોથી લઇને અનેક મંત્રીઓનાPA,PS પણ ખરીદી કરવા આ બજારમાં આવતાં હોય છે, ત્યારે સચિવાલયની પાસે આવેલા આ મીનાબજારમાં ગેસકીટ કનેક્શનનું કારખાનું જીવતા બોમ્બ સમાન હોય જે આવનારા સમયમાં અથવા ભવિષ્યમાં જાનહાની કે બ્લાસ્ટ થશે તો જવાબદારી કોની? તંત્રએ પણ આ બાબતે ગંભીરતા લેવાની જરૂર છે. પોલીસ ખાતા દ્વારા માસ્ક ન પહેર્યું હોય,PUC ન હોય તો ચકાસણી કરવામાં આવે છે, તો અહીંય કેમ નહીં?