છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ભાજપના નેતૃત્વમાં પરિવર્તનની અફવાઓએ ભારે જાેર પકડયું હતું એમાં પણ અમિતભાઈ ના ગુજરાત પ્રવાસને લઇને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા હતા લોકોમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇને પણ અફવાઓનું બજાર ગરમ હતું પરંતુ અમિતભાઈ એ આ તમામ અફવાઓનો છે દ ઉડાડી દઈને આગામી વિધાન સભાની ચૂંટણી વિજયભાઈ ના નેતૃત્વ હેઠળ લડવાનો પોતાના દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે
ભૂતકાળમાં નજર નાખીએ તો નરેન્દ્ર મોદી સિવાય કોઈ જ મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી કેશુભાઈ પટેલની સરકાર વખતે ભૂકંપ ની પરિસ્થિતિનું નિર્માણ થવાથી કેશુભાઈ એ ખુરશી ગુમાવવાનો વારો આવ્યો હતો જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે અનામત આંદોલનને કારણે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા આ બધી ઘટનાઓને આધારે હાલના સંજાેગોમાં નેતૃત્વ પરિવર્તનને લઈને લોકોમાં અનેક અટકળો વહેતી થઈ હતી પરંતુ કોરોના ના કપરા કાળમાં વિજયભાઈની સરકારે કરેલી કામગીરી તેમજ ગુજરાતમાં વાવાઝોડાની પરિસ્થિતિ માં તેમની આગવી સૂઝબૂઝથી લીધેલા ર્નિણય અને કોરોના ની આગામી ત્રીજી લહેર માટે તેમણે કરેલું આગોતરું આયોજન અને પક્ષ સંગઠન માટેના તેમણે કરેલા પ્રયત્નોને ધ્યાનમાં લઈને આગામી વિધાનસભાની ચૂંટણી તેના વડપણ હેઠળ જ લડવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે .
અમિતભાઈ એ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન પક્ષમાં જે આંતરિક વિખવાદ જાેવા મળતો હતો તેને નાથવા માટે પક્ષના લોકો સાથે અનેક બેઠકોનો દોર ચલાવ્યો હતો સાથે જ તેમણે નીતીનભાઇ પટેલ અને સી.આર.પાટીલ સાથે બંધબારણે બેઠક યોજીને પોતાનો ઈરાદો તેઓને સાનમાં સમજાવી દીધો હતો એ સાથે જ નરેન્દ્ર મોદી સાહેબે એ પણ સુનિસ્વિત કરી દીધું છે કે આગામી ગુજરાત વિધાનસભા ની ચૂંટણીઓનું મોનીટરીંગ અમિતભાઈ શાહ જ કરશે.