નવી દિલ્હી તા.25 નવી દિલ્હી: ક્રુડતેલથી ખાતરના વધેલા ભાવથી સરકારની ખરી ચિંતા સબસીડી બીલની છે અને આ વર્ષના કેન્દ્રીય બજેટમાં જે રૂા.2 લાખ કરોડ સુધી સબસીડી ખર્ચ મર્યાદીત રાખવા નિર્ણય લીધો હતો તેમાં મોટો વધારો થશે તે નિશ્ચિત છે. હોર્મુઝ પુલે, ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર સમજુતી થાય આ બધી હાલ દુરની શકયતાઓ સેવાઈ રહી છે. તેથી આ નાણાકીય ખર્ચ સરકાર માટે પણ પડકારજનક બનશે.
વૈશ્વિક એલએનજી તથા ખાતરના ભાવ ઉંચા રહે તો ખાતર સબસીડી જે રૂા.1થી1.30 લાખ કરોડ વધી જશે. સરકાર ઉજજવલા યોજના હેઠળ જે રાંધણગેસ પુરા પાડે છે તેની સબસીડી રૂા.50000 કરોડ વધી જશે.
હાલ 14.2 કિલોના રાંધણગેસ જે રૂા.913માં પુરા પડે છે તે ઉજજવલા યોજના હેઠળ રૂા.613માં મળે છે તો સરકારે હાલમાં લઘુતમ ટેકાના ભાવ વધાર્યા છે. તેમાં સબસીડી બિલ રૂા.20000 કરોડ મળશે.