પશ્ચિમ એશિયાના સંકટની અસર ઘટાડવા મોદી સરકારનો માસ્ટર પ્લાન, ‘3Fs’ ફોર્મ્યુલા અર્થતંત્ર માટે જરૂરી!

Spread the love
નાણામંત્રીએ બળતણ, ખાતર અને ફોરેક્સ (3Fs) ને અર્થતંત્ર માટે મહત્વના ગણાવ્યા ( Nirmala Sitharaman 3Fs)
પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાથી સરકારને ₹1 લાખ કરોડનું નુકસાન
દેશમાં કારાત્મક વાતાવરણ ફેલાવનારાઓ પર નાણામંત્રીની આકરી ટીકા
પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ ભારતીય અર્થતંત્રની મજબૂતી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) ના 37મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં બોલતા નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, હાલના સમયમાં ‘3Fs’ એટલે કે ફ્યુઅલ [બળતણ], ફર્ટિલાઇઝર [ખાતર] અને ફોરેક્સ [વિદેશી મુદ્રા ભંડાર] પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે.

 

Nirmala Sitharaman 3Fs : આર્થિક પડકારો અને સરકારી નીતિઓ

 

નાણામંત્રીએ ડેટા સાથે વાત કરતા જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી (Excise Duty) ઘટાડવાથી સરકારી તિજોરીને લગભગ ₹1 લાખ કરોડનું નુકસાન થયું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ (Crude Oil) અને ખાતરના વધતા ભાવો ભારત માટે ચોક્કસપણે એક મોટો પડકાર છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા બળતણ બચાવવાની કરવામાં આવેલી અપીલનો ઉદ્દેશ્ય આ જ વૈશ્વિક સ્થિતિને સંતુલિત કરવાનો છે.

નકારાત્મકતા ફેલાવનારાઓ પર પ્રહાર

 

સીતારમણે આર્થિક બાબતોમાં ભય અને નિરાશા ફેલાવનારા તત્વોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, “દેશમાં ભય ફેલાવવાનો કોઈ અવકાશ નથી.” તેમણે ઉમેર્યું કે ભારતનો નીતિગત પ્રતિભાવ વિકાસને વેગ આપવા અને જાળવી રાખવા માટે અત્યંત સંતુલિત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. જાહેર વિશ્વાસ જાળવી રાખવો એ હાલમાં સૌથી વધુ મહત્વની જરૂરિયાત છે.

 

MSME ક્ષેત્ર માટે મહત્વનો નિર્દેશ

 

આ કાર્યક્રમમાં સીતારમણે MSME (Micro, Small and Medium Enterprises) ક્ષેત્રને લઈને એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વિવિધ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) પાસે MSMEs ના ₹8.1 લાખ કરોડ અટવાયેલા છે, જે તેમની વર્કિંગ કેપિટલ [કાર્યકારી મૂડી] ને અસર કરી રહ્યા છે. નાણામંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, 45 દિવસની નિર્ધારિત સમયમર્યાદા પછી ચૂકવણીમાં વિલંબ ન થવો જોઈએ.

 

આ પણ વાંચો: Gulmarg Rescue Operation : જમ્મુ-કાશ્મીરમાં ગોઝારી ઘટના, રોપવેમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવા સેના મેદાને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *