
5b780e41-9fa0-4e09-a8a0-4dc7f8165466
ડીલીવરી લેનાર કેલ્વીન ચુકવુંમાં તથા બ્યારુહાંગ જેમસને દિલ્હી પોલીસની મદદથી ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા રાઉન્ડ અપ કરી ગુજરાત લાવવા તજવીજ હાથ ધરેલ
કોસ્ટગાર્ડની બોટ જોતા કેટલાક વજનદાર થેલાઓ પાણીમાં ફેંકેલ,જે કોસ્ટગાર્ડની મદદથી પાણીમાં તરતા પાંચ થેલા રીકવર કરતા તેમાંથી કોકેઈન મળ્યું
અન્ય આરોપી એ નાસી છુટવા પાણીમાં ઝંપલાવ્યુ જે અંગેની શોધખોળ હાલ ચાલુ
અમદાવાદ
૨૫-૨૬ મે, ૨૬ ના રોજ રાત્રે અંધારામાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત આંતરરાષ્ટ્રીય દરિયાઈ દાણચોરી વિરોધી ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ ગુજરાતે મુન્દ્રા એન્કરેજમાંથી ૧૧૫ કિલો કોકેઈન સફળતાપૂર્વક જપ્ત કર્યું. એટીએસ ગુજરાત પાસેથી મળેલી કાર્યવાહીપાત્ર ગુપ્ત માહિતીના આધારે, આઈસીજી ઇન્ટરસેપ્ટર બોટ એટીએસ કર્મચારીઓ સાથે મળીને વિશાળ મુન્દ્રા એન્કરેજ વિસ્તારમાં તપાસ કરી. શોધ દરમિયાન, મુન્દ્રાથી આશરે ૫ નોટિકલ માઈલ દૂર લંગરાયેલા એમવી યુરોપ નામના કન્ટેનર જહાજમાંથી થોડી બેગ દરિયામાં ફેંકવામાં આવી હોવાનું જણાયું. આઈસીજી અને એટીએસ ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી અને ઘેરા અંધારામાં પાંચ (૦૫) બેગ જપ્ત કરી. ખોલતી વખતે, બેગમાં છુપાયેલા સફેદ પાવડરી પદાર્થના પેકેટ મળી આવ્યા, જેનું પરીક્ષણ કરવામાં આવ્યું અને તેને ‘કોકેન’ તરીકે પુષ્ટિ મળી.કુલ મળીને, ૧૧૫ પેકેટ (આશરે એક કિલોગ્રામ) જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં કુલ ૧૧૫ કિલોગ્રામ વજનનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ઓપન સોર્સ અંદાજ મુજબ જપ્ત કરાયેલા કોકેઈનની બજાર કિંમત આશરે ૧૧૫૦ કરોડ રૂપિયા છે.
જહાજને બંદર પર લાવવામાં આવ્યું છે અને આઈસીજી, એટીએસ અને અન્ય એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ ચાલી રહી છે. આઈસીજી અને એટીએસનું સંયુક્ત કાર્ય, જેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં આવા પંદર સફળ માદક દ્રવ્યો વિરોધી કામગીરી થઈ છે, તે રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા ઉદ્દેશ્યો અને “નશા મુક્ત ભારત” ના વિઝનને પ્રાપ્ત કરવા માટેના તાલમેલને પુનઃપુષ્ટિ આપે છે.
ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ જે.એમ.પટેલને બાતમી હકિકત મળેલ કે, યુરોપ નામના કાર્ગો વહાણમાં તેના ક્રુ મેમ્બર નગિંગીતે નાસૂરો જુમ્મનને તથા જુમા નાસિર ઓમર તથા તેમના મળતીયાઓ બ્રાઝીલથી આશરે ૬ થેલાઓમાં ૧૫૦ કીલો જેટલો માદક પદાર્થ કોકેઇનનો જથ્થો સંતાડી લાવી તા.૨૬/૦૫/૨૦૨૬ ના વહેલી સવાર દરમ્યાનમાં મુન્દ્રા સામે દરીયામાં આઉટર એન્કરેજ વિસ્તારમાં કોઇ ફીશીંગ બોટમાં ડીલીવરી કરનાર છે અને આ કોકેઇનનો જથ્થો દીલ્હી ખાતે રહેતા કેલ્વિન ચૂકવુંમાં તથા બ્યારુહાંગ જેમસને ડીલીવરી થનાર છે.જે બાતમીની જાણ ગુજરાત એ.ટી.એસ.ના વરિષ્ઠ અધિકારીઓને કરતા તેઓના હુકમ આધારે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક કે.સિધ્ધાર્થનાઓની નેતૃત્વ હેઠળ પો.ઇન્સ. વી.આર.જાડેજા, પો.ઇન્સ. બી.એમ.પટેલ તથા પો.વા.સ.ઇ. જે.પી.વરમોરાની ટીમ મુંદ્રા ખાતે રવાના કરેલ તથા પો.કો. હરજીતસિંઘ રાજ, પો.કો. અહેમદ મકવાણા તથા પો.કો. દિવ્યરાજસિંહ ચૌહાણની ટીમ એ.ટી.એસ. ખાતે ટેકનિકલ કામગીરીમાં રોકાયેલ હતી. ગુજરાત એ.ટી.એસ.ની ટીમે મુન્દ્રા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની બોટમાં રવાના થઇ બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં રહેલ હતા. જે દરમ્યાન ત્યાં આજુબાજુમાં ઉભેલ મોટા કાર્ગો વહાણ નજીક જઇ ખાત્રી કરતા યુરોપ નામનુ કાર્ગો વહાણ આઉટર એન્કરેજ એરીયામાં હાજર માળી આવેલ. જેમાં ડેક એરીયામાં બે ઇસમોની મુવમેન્ટ જોવા મળેલ જેઓએ કોસ્ટગાર્ડની બોટ જોતા કેટલાક વજનદાર થેલાઓ પાણીમાં ફેંકેલ. જે કોસ્ટગાર્ડની મદદથી પાણીમાં તરતા પાંચ થેલા રીકવર કરવામાં આવેલ. આ થેલાઓ પૈકી બે થેલામાંથી એક એક પાર્સલ તોડી તેમાંના પદાર્થમાંથી જરૂરી માત્રામાં પદાર્થ લઇ ડ્રગ્સ ડીટેક્શન કીટ વડે પરીક્ષણ કરતા તેમાં કોકેઇનની હાજરી હોવાનુ જણાઇ આવેલ. આ પાંચેય થેલાઓમાંથી કુલ ૧૧૫ પેકેટ મળી આવેલ જેનું કુલ વજન ૧૧૮.૯૭૭ કિલો છે. આ થેલાઓ માંથી ૪ એપલ એર ટેગ્સ પણ મળી આવેલ.
આ તમામ કામગીરી દરમ્યાન એસ.ઓ.જી કચ્છ-ભુજ પો.ઇન્સ. શ્રી એ.ડી.પરમાર, કોસ્ટલ તથા મરીન પોલીસ તથા તેઓની ટીમ સાથે રહેલ.પાર્સલમાં કોકેઇનની હાજરી મળી આવતા યુરોપ કોર્ગો વહાણને રેડીયો મેસેજથી સુચના કરી વધુ તપાસ કરવા તથા વહાણના ક્રૂ મેમ્બરોની પુછપરછ તથા ઝડતી કરવા માટે તે વહાણમાં એ.ટી.એસ. અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બોર્ડ કરવામાં આવેલ. જે બાદ વહાણના કેપ્ટનની હાજરીમાં તમામ ક્રુ મેમ્બર્સની ઝડતી અને પૂછપરછ કરવામાં આવેલ. જે દરમ્યાન બતમી વાળો ઇસમ નામે જુમા નસીર ઓમર મળી આવેલ જેની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ મુદ્દામાલ તે બ્રાઝીલથી લાવેલ અને બીજા ક્રુ મેમ્બર્સની જાણ બહાર પોતે મોટર રૂમમાં કામ કરતો હોઇ તેમાં નવેમ્બર ૨૦૨૫માં સંતાડેલ હતો અને તેના હેન્ડલરના કહેવા મુજબ આ માલની ડીલીવરી કરનાર હતો. કાર્ગો વહાણ ના સર્ફીંગ દરમ્યાન અન્ય આરોપી નગિંગીતે નસોરો જુમ્મનને નાસી છુટવા માટે પાણીમાં ઝંપલાવી દિધેલ છે. જે અંગેની શોધખોળ હાલ ચાલુમાં છે. વધુ તપાસ કરતા વહાણના સ્ટીયરીંગ ગીયર રૂમ માંથી તેમા સંતાડવામાં આવેલ ગાર્મિન કંપનીના બે ‘જીપીએસમેપ 671 જીપીએસ and સેટેલાઈટ કોમ્યુનિકેટર ‘ પણ મળી આવેલ છે. જે અન્વયે ઉપરોક્ત મળી અવેલ તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી જુમા નાસિર ઓમાર ની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ માલની ડીલીવરી લેનાર ઇસમો નામે કેલ્વીન ચુકવુંમાં તથા બ્યારુહાંગ જેમસને પણ દ્વારકા, દિલ્હી ખાતેથી દિલ્હી પોલીસની મદદથી ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા રાઉન્ડ અપ કરી ગુજરાત લાવવા તજવીજ હાથ ધરેલ છે. વહાણ ઉપર રહેલ બન્ને આરોપીઓ તાન્ઝાનીયાના છે અને દિલ્હીથી પકડવામાં આવેલ આરોપીઓ પૈકી એક નાઇજીરીયા તથા એક યુગાન્ડાનો વતની છે.
ઉપરોક્ત તમામ કામગીરી દરમ્યાન તથા શીપ બોર્ડીંગ તેમજ નાસી ગયેલ આરોપીની શોધખોળમાં મુંદ્રા પોર્ટ ઓથોરીટી દ્વારા મદદ કરવામાં આવેલ છે. આ ઓપરેશન ઇન્ટર-એજન્સી
સમન્વયનો ઉત્તમ દાખલો છે. આ ઇન્ટર-એજન્સી કોર્ડીનેશન થકી ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક મોટા ઇન્ટરનેશનલ ડ્રગ કાર્ટેલ વિરૂધ્ધ સફળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
