ગુજરાત પોલીસ દળમાં જોડાવા માંગતા અને રાત-દિવસ મહેનત કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારોએ શારીરિક કસોટી (ગ્રાઉન્ડ) પાસ કરી લીધી છે, તેમના માટે હવે લેખિત પરીક્ષાનું બ્યુગલ વાગી ગયું છે.
14 જૂન 2026ના રોજ યોજાશે લેખિત પરીક્ષા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે, લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ (પાસ) થયેલા તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 14 જૂન 2026ના રોજ યોજવામાં આવશે. શારીરિક યોગ્યતા સાબિત કર્યા બાદ હવે ઉમેદવારોની બૌદ્ધિક ક્ષમતાની કસોટી આ દિવસે લેવાશે.
6 જૂનથી ઓજસ (OJAS) વેબસાઈટ પરથી મળશે કોલ લેટર
પરીક્ષામાં બેસવા માટે જરૂરી એવા હોલ ટિકિટ અથવા કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત: 06 જૂન 2026. સત્તાવાર વેબસાઈટhttps://ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in). ઉમેદવારોને ભરતી બોર્ડ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે અંતિમ દિવસોમાં વેબસાઈટ પર હેવી ટ્રાફિકને કારણે સર્વર ડાઉનની સમસ્યા ન સર્જાય, તે માટે સમયસર પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી લેવા.
