નર્મદા જિલ્લાના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)ના તાજેતરના નિવેદન બાદ ગુજરાતના આદિવાસી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. મહેશ વસાવા (Mahesh Vasava)ના રાજીનામા મુદ્દે પ્રતિક્રિયા આપતા મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે મહેશ વસાવા હાલ આમ આદમી પાર્ટી (AAP)ના સતત સંપર્કમાં છે.
સાંસદના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે.
ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ભાજપ, BTP અને આમ આદમી પાર્ટી વચ્ચેની રાજકીય ગતિવિધિઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.
Mansukh Vasavaએ છોટુ વસાવા અને પરિવાર અંગે પણ ટિપ્પણી
મનસુખ વસાવા (Mansukh Vasava)એ પોતાના નિવેદનમાં આદિવાસી રાજકારણના દિગ્ગજ નેતા છોટુ વસાવા (Chhotubhai Vasava) પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છોટુ વસાવા રાજકીય રીતે સ્થિર નથી અને તેમના પરિવારના કેટલાક સભ્યો પહેલેથી જ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે.આ નિવેદન બાદ આદિવાસી રાજકારણમાં નવા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની છે.
ચૈતર વસાવા પર પણ લગાવ્યા ગંભીર આરોપ
સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)એ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે વિવિધ રાજકીય પક્ષોમાં માત્ર ટિકિટ માટે જ સોદાબાજી ચાલી રહી છે.મનસુખ વસાવાના આ નિવેદનને લઈને રાજકીય પક્ષોમાં પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે. જોકે, આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
લોકસભા ચૂંટણી બાદ રાજકીય ચર્ચા તેજ
લોકસભા ચૂંટણી બાદ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની રહી છે. ખાસ કરીને નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ અને ડાંગ જેવા વિસ્તારોમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.મનસુખ વસાવા (Mansukh Vasava)ના નિવેદન બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય આરોપ-પ્રત્યારોપનો માહોલ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
