
સફેદ રંગની કારમાં આવ્યા હતા
આ અંગેની ફરિયાદ પ્રમાણે, સાબરમતી વિસ્તારના તપોવનનગરના એક યુવતી અને ત્રણ યુવકોએ ઘરમાં આવીને પરિણીતાને ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
આ લોકો સફેદ રંગની ક્રેટા ગાડી નંબર GJ 06 JE 8627માં આવ્યા હતા. આ લોકોએ જબરદસ્તી યુવતીને પકડીને ગાડીમાં બેસાડી દીધી હતી. આ ગાડી મોટેરા તરફ ગયા હતા.
ગાડી જતી હોય તેવા સીસીટીવી ફૂટેજ
સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સાબરમતી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સાબરમતી પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી દેતા ગાડી જતી હોય તેવા સીસીટીવી મળી ગયા છે. આ સાથે જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.