કોરોનાની મહામારી બાદ સરકારી દવાખાનાઓમાં સુધારો લાવવાની ક્રાંતિ આવી છે. ત્યારે હજુ સરકારી ઘણાજ દવાખાના સુધારવાનું નામ નથી લેતા, ત્યારે એટલે કે તમામ આદેશો, પરીપત્રો, ઠરાવોથી લઇને તમામ સૂચનાઓ અહીંથી મળે તો પણ દિવા તળે અંધારું હોય તેમ GJ-૧૮ ની સિવિલમાં વિકાસ થતો નથી. ત્યારે વારંવાર સિવિલમાં કોમ્પ્યુટરો ખોટવાઇ જાય અનએ સોફ્ટવેર બંધ હોવાની કળાકુટ રોજ જાેવા મળે છે. ત્યારે GJ-૧૮ ની સિવિલમાં ૧૦ દિવસથી મહાકાર્ડ નવું નીકતું નથી, અનેક આરજદારો રોજબરોજ ધક્કા ખાય છે. ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી રણવીરસિંહ રાઠોડ (અલુવા) દ્વારા સિવિલના સુપ્રીન્ટેન્ડેટર ને મળીને આવેદન પત્ર લેખિતમાં આપ્યું હતું.
આપના મહામંત્રી રણવીરસિંહ દ્વારા જણાવ્યું હતું કે, ૧૦ દિવસથી મહાકાર્ડ માટે અરજદારો ઘરમના ધક્કા ખાઇ રહ્યા છે. ત્યારે આજુબાજુના ગામડાઓમાંથી રોજબરજાે અનેક દર્દીઓ સારવાર માટે આવે છે.
ત્યારે સિવિલમાં સોફ્ટવેર અને સરકારની તમામ વેબસાઇટો ધીરે-ધીરે ચાલે છે. અને ઘણી તો બંધ થઇ જાય છે. અરજદારો નવા કેસ ખડાવવા આવે ત્યારે પણ આ સ્થિતિ સર્જાય છે. ત્યારે આપ પાર્ટી દ્વારા આજરોજ GJ-૧૮ સિવિલના સુપ્રિન્ટેન્ડટેટ ને આવેદનપત્ર આપીને ઝડપથી આ કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. અને ૭ દિવસમાં આ કામ પૂર્ણ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ રણવીરસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.