દેશના 244 જિલ્લાઓમાં એર રેડ વોર્નિંગ સિસ્ટમ, મિસાઈલ-ડ્રોન હુમલાની પહેલેથી ચેતવણી મળશે

Spread the love
૨૪૪ જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે કેન્દ્ર સરકાર દેશના એવા જિલ્લામાં અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ લગાવવા પર કામ કરી રહી છે, જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ જાેઈ ચૂક્યો છે કે પશ્ચિમી સરહદ પર રાજસ્થાનથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી પાકિસ્તાને તુર્કીના સસ્તા અને મામૂલી સેંકડો ડ્રોન મોકલીને કઈ રીતે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

કેન્દ્ર સરકાર જે અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, એક અહેવાલ અનુસાર તેના માટે એરફોર્સના પૂર્વ અધિકારીઓની નિમણૂક પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રિપોર્ટમાાં આ બાબતની જાણકારી ધરાવતા અધિકારીઓના હવાલાથી જણાવાયું છે કે, આ પ્રોજેક્ટનું નેતૃત્વ એરફોર્સના એવા પૂર્વ અધિકારીઓ કરશે જેઓ એર ડિફેન્સ ઓપરેશનના ક્ષેત્રમાં સંપૂર્ણપણે કુશળ છે.

– આ એર રેડ વોર્નિંગ સિસ્ટમ તમામ પ્રકારના ડ્રોન, મિસાઈલો અને લડાકુ વિમાનો દ્વારા થતા હવાઈ હુમલાના જાેખમની સ્થિતિમાં નાગરિકોને ચેતવણી આપશે.

– આ પ્રોજેક્ટ પર કામ પૂર્ણ થયા બાાદ દેશના તમામ ૨૪૪ સંવેદનશીલ જિલ્લાઓ કોઈપણ હવાઈ હુમલાને લઈને આ ચેતવણી નેટવર્ક સાથે જાેડાઈ જશે.

– દેશના આ ૨૪૪ જિલ્લાઓમાંથી મોટાભાગના જિલ્લાઓ સરહદી વિસ્તારોમાં છે.

– આ પ્રોજેક્ટની જાણકારી ધરાવતા એક અધિકારીએ જે વિગતો આપી છે, તેનાથી આ અંગે ઘણી મહત્વની માહિતી જાણી શકાય તેમ છે.

– આ પ્રોજેક્ટથી એ સુનિશ્ચિત થશે કે સવિલ ડિફેન્સ મેન્યુઅલ પ્રમાણે જ જમીની સ્તર પર એક સ્ટાન્ડર્ડ એર વોર્નિંગ સિસ્ટમ પણ કાર્યરત રહે.

– નવી એર ડિફેન્સ વોર્નિંગ સિસ્ટમનો પ્રસ્તાવ ગત વર્ષે ઓપરેશન સિંદૂરના તુરંત બાદ જ આવ્યો હતો.

– યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ શરૂ થયા બાદ નાગરિકો માટે હવાઈ સંરક્ષણ ચેતવણી પ્રણાલી (એર ડિફેન્સ વોર્નિંગ સિસ્ટમ) જરૂરી બની જાય છે.

– એકવાર આ પ્રોજેક્ટ સ્થાપિત થઈ ગયો પછી સિવિલ વોલેન્ટિયર્સને પણ આનાથી સંબંધિત ટ્રેનિંગ આપવામાં આવશે.

– ઓપરેશન સિંદૂરના થોડા દિવસો બાદ જ એવો રિપોર્ટ આવ્યો હતો કે, કેટલીક એર વોર્નિંગ સિસ્ટમ સરખી રીતે કામ નહોતી કરી રહી અને તેમાંથી ઘણી અત્યંત જૂની થઈ ગઈ હતી. તેના બદલે તાત્કાલિક સાયરનથી પણ કામ ચલાવવું પડ્યું.

– રિપોર્ટ પ્રમાણે એર રેડ વોર્નિંગ સિસ્ટમ (ARWS) પ્રોજેક્ટનું નેતૃત્વ ડાયરેક્ટોરેટ જનરલ- ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડ્સ કરી રહ્યું છે, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે.

– આ પ્રોજેક્ટ માટે એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે, જેમણે એર ડિફેન્સ ઓપરેશન, રડાર સિસ્ટમ અને એર-રેડ વોર્નિંગ પ્રક્રિયા પર કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *