મુખ્યમંત્રીના સંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા. ૨૫/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવનાર છે.
લોકો તરફથી મળેલ ફરિયાદ અને પ્રશ્નોના નિરાકરણ અંગેનો આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી, ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી, ગાંધીનગર, સેક્ટર-૧૧, પહેલા માળના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજાશે.
આથી ગાંધીનગર જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા. ૧૦/૦૬/૨૦૨૬ સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે,ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, સામૂહિક રજૂઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા સેવાવિષયક/નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહીં.ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, સામૂહિક રજૂઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા સેવાવિષયક/નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહીં.