વડાપ્રધાન મોદી આવતીકાલે સુરત પ્રવાસે, આપશે 18 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ

Spread the love
વડાપ્રધાન મોદી આવતીકાલે 5 જૂન 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને 18777 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 4852 કરોડના ખર્ચે 5 પ્રોજેક્ટસનું ખાતમુહૂર્ત અને 13926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.

અન્ય 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે

 

વડાપ્રધાન મોદી આગામી 5 જૂનના રોજ સુરત ખાતેથી 16968 કરોડના ભારતના સરકારના 7 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.આ પ્રોજેક્ટ્સમાં નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD)ના 1 પ્રોજેક્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે. NHAI હેઠળ ₹7689 કરોડના ખર્ચે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે (પેકેજ VI અને VII)નું લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત, ₹4732 કરોડના ખર્ચે NHAIના અન્ય 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.ગુજરાત સરકારના આ પ્રોજેક્ટ્સમાં GIDC હેઠળ 1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.જેમાં ભરૂચ અને વલસાડ ખાતે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે.

 

50 બેડની આયુષ હોસ્પિટલનું લોકાર્પણ

 

આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ સુરત ખાતે રીજનલ સાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ઓલ્ડ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે 100 બેડ્સની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 50 બેડની આયુષ હોસ્પિટલનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ હેઠળ બોરદા-સાતકાશી-શેરૂલા રોડનું લોકાર્પણ, પંચાયત વિભાગ હેઠળ ડાંગ જિલ્લા પંચાયત ઓફિસના નવા બિલ્ડીંગનું લોકાર્પણ તેમજ શહેરી વિકાસ વિભાગ હેઠળ સાઉથ-વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં આવેલા ભટાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે કન્વેન્શનલ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ અંતર્ગત 90 એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે અપગ્રેડેશનની કામગીરી તેમજ વાપી સ્ટોર્મ વૉટર ડ્રેઇન (SWD)નું લોકાર્પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *