કુડાસણની આંગડીયા પેઢીથી પીછો કરીને રુ. 1.10 લાખ લૂંટનારી ‘ત્રિપુટી’ ઝડપાઈ, મુદ્દામાલ જપ્ત

Spread the love
ગાંધીનગરમાં કુડાસણ ખાતે ગત 2 જૂન 2026ના રોજ આર.કે એન્ટરપ્રાઈઝ આંગડીયા પેઢીમાંથી એક વ્યક્તિ રોકડા રુપિયા લઈને નીકળ્યા હતા. ત્યાં પહેલાથી જ રેકી કરીને બેઠેલા 3 શખ્સોએ પીછો કરીને પેથાપુર પોલીસ વિસ્તારમાં વ્યક્તિના હાથમાંથી આશરે 1,10,000 ની રોકડ આંચકીને પળવારમાં બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ મામલે પેથાપુર પોલીસ મથકમાં બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુનાની ગંભીરતાને જોતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એલ.પટેલ અને તેમની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ તેમજ આસપાસના અલગ-અલગ વિસ્તારોના CCTV. ફૂટેજ ફંફોળવાનું શરૂ કર્યું. આ તપાસમાં ગાંધીનગરની ‘નેત્રમ પ્રોજેક્ટ'(CCTV સર્વેલન્સ) ટીમે પણ મહત્વની મદદ પૂરી પાડી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને કારણે પોલીસને શંકાસ્પદ બાઇક સવારોની મહત્વની કડીઓ મળી ગઈ.06 જૂન 2026ના રોજ PSI વી.એલ.પટેલની ટીમ પેથાપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રાંધેજા ચોકડી પાસે આવતા જ પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ પ્રવિણસિંહને એક ચોક્કસ અને પાકી બાતમી મળી કે, લૂંટ ચલાવનાર ત્રણેય આરોપીઓ એક સ્પ્લેન્ડર બાઇક પર રૂપાલ તરફથી રાંધેજા ફાટક તરફ આવી રહ્યા છે. માહિતીને આધારે પોલીસે તે જગ્યાએ વોચ ગોઠવી દિધી હતી. થોડી જ વારમાં GJ-02-EM-3039 નંબરની સ્પ્લેન્ડર બાઇક પર ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં આવતા દેખાયા. પોલીસે સમયસૂચકતા વાપરીને ત્રણેયને કોર્ડન કરીને નાસે તે પહેલા જ દબોચી લીધા હતા.પોલીસે આરોપીઓની તલાશી લેતા એક ગ્રે કલરની સ્કૂલ બેગ મળી આવી હતી. તેમાંથી રુ.500 ના દરની નોટોના બંડલ મળ્યા હતા. જે કુલ 1,10,000 હતા. શરુઆતમાં ત્રિપુટીએ પોલીસને ગોળ-ગોળ વાતોમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ LCB ની ટીમે આગવી ઢબે પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. તેમણે કબૂલાત કરી કે, તેમણે 02 જૂનના રોજ કુડાસણ આંગડીયા પેઢીમાંથી એક વ્યક્તિની પાસેથી ઝૂંટવેલા પૈસા તે છેતરૂણસિંહ રાજેન્દ્રસિંહ બારડ (ઉંમર 34, રહે. અમદાવાદ, મૂળ વિજાપુર, મહેસાણા) – આ આરોપી અગાઉ 2019માં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
પ્રવિણસિંહ અરજણજી સોલંકી (ઉંમર 36, રહે. ટિંટોદણ, વિજાપુર, મહેસાણા).
અશોકભાઇ અમરતભાઇ રાવળ (ઉંમર 31, રહે. ટિંટોદણ, વિજાપુર, મહેસાણા).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *