CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી : શહેર મેયર હિતેશ બારોટ લાંભા ખાતેથી કાર્યક્રમ પડતો મૂકી દાણાપીઠ જવા રવાના

Spread the love

કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. વાઘેલા AMC બિલ્ડીંગ ઓફિસ પહોંચ્યા

ધમકીનો ઇમેઇલ 

અમદાવાદ

આજે અત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં એએમસી , સીએમ ઓફિસ અને આરએસએસ કાર્યાલય ને બોમ્બ બ્લાસ્ટની ધમકી ઈમેલ દ્વારા મળી છે .અમદાવાદ અને ગાંધીનગરમાં આજે એકસાથે અનેક મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.
અલગ અલગ ઇ-મેલથી ધમકીઓ આપવામાં આવી છે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે .
આ બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સાવચેતીના ભાગરૂપે અમદાવાદ દાણાપીઠ સ્થિત એએમસીની મુખ્ય કચેરી ખાલી કરાવવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમોએ આ ગંભીર મામલે તપાસ તેજ કરી છે.જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને સીએમ ઓફિસને બપોરે 1:11 વાગ્યે, એએમસી ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મિટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે ધમકી મળી છે.
ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી છે. આ હાઈ- એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયા છે.ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ ઉપર હાલ પહોંચી અને બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે.કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. વાઘેલા એએમસી બિલ્ડીંગ ઓફિસ પહોંચ્યા છે અને શહેર મેયર હિતેશ બારોટ લાંભા ખાતેથી કાર્યક્રમ પડતો મૂકી દાણાપીઠ જવા રવાના થયા છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *