0ede4226-195a-4b50-9981-794265c00113
અમદાવાદ
પોલીસ કમિશ્નર અમદાવાદ તથા અધિક પોલીસ કમિશ્નર, ક્રાઈમ બ્રાન્ચ, તથા નાયબ પોલીસ કમિશ્નર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ એસ.ઓ.જી.ના હેડને લગતી તેમજ નશીલા પદાર્થોની હેરાફેરી તથા વેચાણ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સુચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર, એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ, તથા પો.ઇન્સ.એસ .એન.ચુડાસમા તથા પો.ઇન્સ.પી .ડી.સોલંકી તથા પો.સ.ઈ. આર .એલ.પટેલ તથા પો.સ.ઈ. એ .એ.વ્યાસ નાઓના માર્ગદર્શન આધારે અનાર્મ પો.કોન્સ. મોહંમદ મુબીનખાન સલાઉદ્દીનખાનની બાતમી હકીકત આધારે અમદાવાદ શહેર, વેજલપુર, ફતેવાડી, મસ્તાન મસ્જીદ પાસે, મન્નત ફ્લેટમાં ત્રીજા માળે આવેલ મકાનમાંથી આરોપી મોહંમદ જાવેદખાન ઉર્ફે રોગની સન/ઓફ અફઝલખાન મોહંમદનબી જાતે-પઠાણ ઉ.વ.૩૭ ધંધો- રિક્ષા ડ્રાઇવિંગ હાલ રહે.-મ.નં.એ/૭, ગ્રીનબાગ રો-હાઉસ, લાલબાગ કબ્રસ્તાનની બાજુમાં, મસ્તાન મસ્જીદ પાસે, ફતેવાડી, વેજલપુરના કબ્જામાં વગર પાસ-પરમીટની ગેરકાયદેસરની Codeine Phosphate ધરાવતી કફ શીરપની શીલ બંધ બોટલ નંગ-852 ની કુલ્લે કિ.રૂ.-1,31,657.40/- તથા મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.5,500/- તથા પેકીંગ મેટીરાયલ ભરેલ પ્લાસ્ટીકનો ડબ્બો નંગ-1 કિ.રૂ.00/- મળી કુલ્લે કિ.રૂ. 1,37,157.40/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11191011260163/2026 ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુનો તા.09/06/2026 ના રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.ઇન્સ.શ્રી પી.ડી.સોલંકી નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
(૧) પો.ઈન્સ.શ્રી એસ.એન.ચુડાસમા (માર્ગદર્શન)
(૨) પો.ઈન્સ.શ્રી પી.ડી.સોલંકી (માર્ગદર્શન)
(૩) પો.સ.ઈ. શ્રી આર.એલ.પટેલ (માર્ગદર્શન)
(૪) પો.સ.ઈ. શ્રી એ.એ.વ્યાસ (માર્ગદર્શન)
(૫) એ.એસ.આઇ. ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ
(૬) એ.એસ.આઇ. લીયાકતઅલી જહાંગીરખાન
(૭) એ.એસ.આઇ. દશરથસિંહ માનસિંહ
(૮) પો. કો. મો.મુબીનખાન સલાઉદ્દીનખાન(બાતમી)
(૯) પો.કો. બધસંગજી પરબતજી
(૧૦) પો.કો.,અયુદ્દિન મકબુલમીયા
(૧૧) પો.કો. કેતનકુમાર રાજેન્દ્રકુમાર
(૧૨) હે.કો. મહંમદનઇમ નબીમીયાં (જરૂરી કાગળો)
(૧૩) હે.કો. ભરતસિંહ ભુપતસિંહ (જરૂરી કાગળો)
