ગુજરાતમાં 13 સહિત દેશમાં લોકસભાની 170 બેઠકો વધશે

Spread the love
 નવું સિમાંકન આવશે તો આર્થિક સલાહકાર પરિષદ દ્વારા રજૂ કરાયેલા કાર્યપત્રમાં સુચન

કેન્દ્ર સરકાર દ્વારા દેશનું નવુ સિમાંકન દાખલ કરવા તરફ આગળ વધી રહી છે. જેમાં લોકસભાની 170 બેઠકો વધી શકે છે. ગુજરાતમાં લોકસભાની હાલ જે બેઠકો 26 છે જેમાં 13 બેઠકોનો વધારો થઈ 39 થવાની શકયતા છે. લોકસભાની સાથે તમામ રાજયોમાં વિધાનસભાના નવા સિમાંકન હાથ ધરાશે જેમાં પણ વિધાનસભાની બેઠકો વધી શકે છે.

કેન્દ્ર સરકાર ટુંક સમયમાં સીમાંકન કવાયત હાથ ધરવા જઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રીને આર્થિક સલાહકાર પરિષદ દ્વારા રજૂ કરાયેલા કાર્યપત્રમાં સૂચવવામાં આવ્યું છે કે ભારતે લોકસભાના 170 મોટા મતવિસ્તારોને એકસમાન મતવિસ્તારની જગ્યાએ “લક્ષિત માપદંડ” નો ઉપયોગ કરીને વિભાજીત કરવા જોઈએ જેથી ગૃહની કુલ સંખ્યા 543 થી 824 સુધી વધારી શકાય.

 

શમિકા રવિ અને મુદિત કપૂર દ્વારા રજૂ કરાયેલા પેપરમાં 59 મતવિસ્તારોને બે અને 111 મતવિસ્તારોને ત્રણમાં વિભાજીત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કવાયત આગામી સામાન્ય ચૂંટણીમાં મતદાનમાં 0.3 થી 2.3 ટકાનો વધારો થવાની ધારણા છે, જે 90 લાખથી 2.3 કરોડ વધારાના મતવિસ્તારોને અનુરૂપ છે, 59 પ્રસ્તાવિત દ્વિમાર્ગી વિભાજનમાંથી 22 કેરળ અને તમિલનાડુમાં હશે. ત્રિમાર્ગી વિભાજનના કિસ્સામાં, યુપી (17) માં હશે, ત્યારબાદ મહારાષ્ટ્ર (12), બિહાર (10) અને બંગાળ (10) માં હશે. પરિણામે, દક્ષિણ રાજ્યોમાં બેઠકોની સંખ્યા વધવાની ધારણા છે – તેલંગાણામાં 17 થી 26, આંધ્રમાં 25 થી 38, કર્ણાટકમાં 28 થી 42, તામિલનાડુમાં 39 થી 59 અને કેરળમાં 20 થી 30.થશે.

ઉત્તર અને પશ્ચિમી રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં 48 થી 72, રાજસ્થાનમાં 25 થી 38, યુપીમાં 80 થી 120, મધ્યપ્રદેશમાં 29 થી 44, ગુજરાતમાં 26 થી 39 અને બિહારમાં 40 થી 60 બેઠકો વધશે.

 

ફોમ્ર્યુલા લાગુ કરવાથી દક્ષિણ રાજ્યો અને વધુ વસ્તી ધરાવતા ઉત્તર અને પશ્ચિમી રાજ્યોની લોકસભામાં બેઠકોનો હિસ્સો વ્યાપકપણે યથાવત રહેશ.

 

2024 માં મધ્ય લોકસભા મતવિસ્તારમાં 18.2 લાખ નોંધાયેલા મતદારો હતા, જ્યારે સૌથી મોટા મતવિસ્તારમાં 32 લાખથી વધુ મતદારો હતા. તેણે કહ્યું કે મોટા મતવિસ્તારમાં મતદારોનો ભાર વધુ છે.

 

તેણે કહ્યું કે એસ.ટી-પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોમાં હવે સૌથી વધુ મતદાન દર છે, જ્યારે ખૂબ જ શહેરી મતવિસ્તારોમાં મતદાનમાં ઘટાડો જોવા મળ્યો છે, આ મતવિસ્તારોમાં મહિલાઓનું મતદાન સૌથી ઓછું નોંધાયું છે. પેપરમાં મેટ્રોપોલિટન મતવિસ્તારોમાં ફક્ત મહિલા મતદાન મથકો, શહેરી કાર્યકારી મહિલાઓની સમય મર્યાદાને પહોંચી વળવા માટે મતદાનના કલાકો સાંજ સુધી લંબાવવા અને ચૂંટણીમાં મહિલા ભાગીદારીને વધારવા માટે પરિવહન સુવિધામાં સુધારો જેવા પગલાંની હિમાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *