આજે ‘રંગીલા’ રાજકોટના જામનગર રોડ પર નવનિર્મિત ભવ્ય 4-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. શહેરના ટ્રાફિક નિવારણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ એક ખૂબ જ મહત્ત્વનું વિકાસ કાર્ય છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં સરકાર ગુજરાતના છેવાડાના માનવી સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવા અને તેમના જીવનને વધુ સરળ બનાવવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. આ નવો બ્રિજ રાજકોટવાસીઓના સમય અને ઈંધણની બચત કરશે અને શહેરી વિકાસને વધુ ગતિ આપશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ટીમને ખૂબ-ખૂબ અભિનંદન. નવનિર્મિત બ્રિજ રાજકોટના વિકાસમાં નવો સીમાચિહ્ન રૂપ બની રહેશે તેવો પૂર્ણ વિશ્વાસ છે.