ભરૂચ ડબલ મર્ડર કેસમાં નવો ખુલાસો વહુને ચપ્પુના ૪૪ ઘા અને વેવાણને ૨૩ ઘા, મોત બાદ પણ સસરા હુમલો કરતા રહ્યા

Spread the love

ભરૂચ શહેરમાં એક જ પરિવાર સાથે સંકળાયેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સસરાએ પહેલા પોતાની પુત્રવધૂની અને ત્યારબાદ વેવાણની હત્યા કરી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ આરોપી પોલીસ કસ્ટડી હેઠળ સારવાર મેળવી રહ્યો છે. જાકે, ભરૂચમાં ઘર કંકાસ અને પારિવારિક વિવાદના કારણે ડબલ મર્ડરની હૃદય કંપાવી દેતી ઘટના ચોંકાવનારી છે.ડબલ મર્ડરમાં પોસ્ટમોર્ટમમાં નવા ખુલાસા થયા છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના કોઠી અને વ્હોરવાડ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તપાસ મુજબ કોઠી વિસ્તારમાં રહેતા જેનુલ અબ્બાસ ઝનોરવાલાએ પ્રથમ પોતાની પુત્રવધૂ અલીફિયા યુસુફ ઝનોરવાલાની તીક્ષ્‍ણ હથિયાર વડે હત્યા કરી હતી. અલીફિયા જાણીતા તબીબ ડા. યુસુફ ઝનોરવાલાની પત્ની છે. હત્યા બાદ આરોપી જેનુલ ઝનોરવાલા અંદાજે એક કિલોમીટર દૂર આવેલા વ્હોરવાડ વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં વ્હોરવાડ ખાતે અલીફિયાની માતા શહેનાઝબેન નમકવાલા પોતાના ઘરે એકલા હતા. તેમના પતિ પોતાની દુકાને ગયા હતા. ત્યાં પહોંચી આરોપીએ શહેનાઝબેન પર પણ જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છેબે મહિલાઓની હત્યા કર્યા બાદ આરોપી જેનુલ ઝનોરવાલાએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ પોલીસ કસ્ટડી હેઠળ તેની સારવાર ચાલી રહી છે.જાકે, સમગ્ર કેસના તપાસમાં મૃતક અલીફીયાના ચારિત્ર્ય અંગે ખોટા આરોપો મૂકી છૂટાછેડા માટે દબાણ કરવામાં આવ્યું પણ સફળતા ન મળી તો હત્યા કરાઈની આશંકા છે. પુત્ર વધુની હત્યા બાદ સસરા વેવાઈને મારવા પહોંચ્યો હતો. ઘરમાં માત્ર અલીફીયાની માતા હાજર હતી, તેથી તેની હત્યા કરી નાંખી. આમ, સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ હત્યાકાંડ આચર્યો હતો.

 

ભરૂચ ડીવાયએસપી એમ.એમ. ગાંગુલીએ જણાવ્યું કે, જૈનુલ પોતાની પુત્રવધૂ અલીફીયા પર ધારદાર ચપ્પુ વડે આશરે ૪૪ ઘા ઝીંકી હત્યા કરી હતી. ત્યારબાદ અલીફીયાની માતા શહેનાજબેન પર પણ આશરે ૨૩ ઘા મારી નિર્મમ હત્યા કરી હોવાનું પોસ્ટ મોટર્મમાં ખૂલ્યું છે. બંને મહિલાઓના મોત થયા બાદ પણ આરોપી સતત તેમના શરીર પર હુમલો કરતો રહ્યો. ઘટનાથી પહેલાં આરોપીએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી જે પોલીસને મળી આવી છે. બંને હત્યાઓ બાદ આરોપીએ પોતે પણ ગળા, હાથ અને પગ પર ઇજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાસ્થળેથી પોલીસે ચાર છરી અને એક કુહાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ શહેરમાં એક જ પરિવાર સાથે સંકળાયેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સસરાએ પહેલા પોતાની પુત્રવધૂની અને ત્યારબાદ વેવાણની હત્યા કરી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ આરોપી પોલીસ કસ્ટડી હેઠળ સારવાર મેળવી રહ્યો છે. જાકે, ભરૂચમાં ઘર કંકાસ અને પારિવારિક વિવાદના કારણે ડબલ મર્ડરની હૃદય કંપાવી દેતી ઘટના ચોંકાવનારી છે. આ ડબલ મર્ડરમાં પોસ્ટમોર્ટમમાં નવા ખુલાસા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *