
તેના ડાબા એન્જિન પર વીજળી પડવાની ઘટના સામે આવી હતી. બીજી બાજુ ફ્લાઇટ ક્રૂની સાવધાની વાપરી વિમાનને બંદરનાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાળવાનો નિર્ણય કર્યો હતો. આ વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું. આ સત્તાવાર જાણકારી એરલાઇન્સ દ્વારા એક નિવેદનમાં આપવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટના અંગે મળતી માહિતી મુજબ, વિમાને રાત્રે 1 વાગ્યે કોલંબોથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં વિમાનને ખરાબ હવામાન અને વીજળી પડવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વીજળી પડતાં વિમાનનું ડાબું એન્જિન ક્ષતિગ્રસ્ત થયું હતું. એન્જિનના કવર પર બળવાના નિશાન જોવા મળ્યા હતા અને તેના કેટલાક ભાગો પણ ઉખડી ગયા હતા.
આ સમગ્ર ઘટનામાં કોઈપણ મુસાફર કે ક્રૂ સભ્યને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી. વિમાનમાં કુલ 207 મુસાફરો સવાર હતા. ઉપરાંત 16 ક્રૂ સભ્યોમાંથી પણ કોઈને ઇજા થઈ નહોતી. ત્યારબાદ તમામ મુસાફરોને બીજા Airbus A330 વિમાનમાં ખસેડવામાં આવ્યા હતા અને તે વિમાનને સિડની માટે રવાના કરવામાં આવ્યું હતું. બીજી બાજુ, દુર્ઘટાગ્રસ્ત વિમાનને જરૂરી માળખાકીય (સ્ટ્રક્ચરલ) તપાસ અને એન્જિનની મરામત માટે એરલાઇનના હેંગરમાં મોકલવામાં આવ્યું છે.