IRCTC એ દેખો અપના દેશ યોજના હેઠળ અમદાવાદથી લદ્દાખ માટે 17 થી 23 ઓગસ્ટ 2026 અમદાવાદ થી ફ્લાઈટ દ્વારા ધ લદ્દાખ વિથ નુબ્રા & પેન્ગોન્ગ ડ્રીમ ટૂરનું આયોજન

Spread the love

87dbd2f6-4daa-4212-b00b-b68c6cf08e5b

IRCTC પશ્ચિમ ઝોનના પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંત બાઈટ

પ્રવાસ દરમિયાન નાસ્તો, લંચ, ડિનર, હોટેલમાં રહેવાની વ્યવસ્થા અને પ્રવેશ ફી – શાંતિ સ્તૂપ, લેહ પેલેસ, હોલ ઓફ ફેમ, અલ્ચી, થિક્સે, દીક્ષિત અને શે પેલેસના તમામ સ્મારક પ્રવેશ ફી સામેલ છે.આ પ્રવાસમાં લેહ, શામ વેલી, નુબ્રા, તુર્તુક અને પેંગોંગ પ્રવાસન સ્થળોની મુલાકાત માટે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનો સમાવેશ

અમદાવાદ

IRCTC એ દેખો અપના દેશ યોજના હેઠળ અમદાવાદથી લદ્દાખ માટે 7 દિવસ/6 રાતની અમદાવાદ થી ફ્લાઈટ દ્વારા ધ લદ્દાખ વિથ નુબ્રા & પેન્ગોન્ગ ડ્રીમ ટૂરનું આયોજન કર્યું છે જે 17 ઓગસ્ટ 2026 ના રોજ અમદાવાદથી રવાના થશે અને 23 ઓગસ્ટ 2026 ના રોજ અમદાવાદ પરત ફરશે.આ પ્રવાસ હેઠળ, IRCTC દ્વારા સમગ્ર પ્રવાસ દરમિયાન નાસ્તો, લંચ, ડિનર, હોટેલમાં રહેવાની વ્યવસ્થા અને પ્રવેશ ફી – શાંતિ સ્તૂપ, લેહ પેલેસ, હોલ ઓફ ફેમ, અલ્ચી, થિક્સે, દીક્ષિત અને શે પેલેસના તમામ સ્મારક પ્રવેશ ફી સામેલ છે.આ પ્રવાસમાં લેહ, શામ વેલી, નુબ્રા, તુર્તુક અને પેંગોંગ પ્રવાસન સ્થળોની મુલાકાત માટે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

આ માહિતી આપતાં, IRCTC પશ્ચિમ ઝોનના પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે IRCTCનો મુખ્ય ઉદ્દેશ્ય આવા ડ્રીમ પ્રવાસો દ્વારા ભારતના લોકોને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને સુંદરતાનો પરિચય કરાવવાનો છે.લદ્દાખ ડ્રીમ ટૂરની કિંમત પ્રતિ વ્યક્તિ ₹50,200 નક્કી કરવામાં આવ્યું છે. આ યાત્રામાં IRCTC દ્વારા LTC સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે.

IRCTC દ્વારા શરૂ કરાયેલા ટૂર પેકેજો માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. “EMI દ્વારા પેકેજો બુક કરો” સુવિધા ફક્ત ઓનલાઈન બુકિંગ માટે જ ઉપલબ્ધ છે. તમે IRCTC વેબસાઇટ (www.irctctourism.com) પર લોગ ઇન કરી શકો છો અને ટૂર પેકેજો ઓનલાઈન બુક કરાવી શકાય છે. વધુ માહિતી અને બુકિંગ માટે, IRCTC પ્રાદેશિક કાર્યાલય, ૫૦૨, ૫મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ, પિન કોડ: ૩૮૦૦૦૯ અથવા IRCTC ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, પ્લેટફોર્મ નંબર ૧, વડોદરા રેલ્વે સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *