અનેક રાજયપાલો એકસટેન્શન પર : આગામી મહિને પણ કેટલાક નિવૃત થાય છે

Spread the love

નવી દિલ્હી, તા.24 વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મંત્રીમંડળની સાથે રાજયપાલોની પણ ચિંતા કરવી પડશે. અનેક રાજયપાલોની મુદત પુરી થઈ છે છતાં હોદા પર છે જયારે અનેકની પુરી થઈ રહી છે.

 

ઉતરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતની મુદત પુરી થઈ ગઈ છે જયારે આગામી મહિને કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોત, મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઈ પટેલ, ઉતરાખંડના રાજયપાલ લેફ.જનરલ ગુરમીતસિંહની મુદત પુરી થઈ રહી છે.જે રીતે પાંચ રાજયોની ચુંટણીઓમાં અનેક રાજયપાલોને ખાસ ડેપ્યુટ કરાયા હતા તેઓ પણ કદાચ નવા સ્થાને જશે. આમ નવા રાજયપાલો આવશે. મોદી સરકારના મંત્રીમંડળમાંથી નિવૃત થનારા જયોર્જ કુરીયનને રાજયપાલ બનાવાઈ તેવી શકયતા છે.

 

તો મોદી સરકારમાંથી નિવૃત થનાર બીજા કેટલાક મંત્રીઓને પણ સાચવી લેવાશે. ભાજપના સંગઠનમાંથી પણ નિવૃત થનારને તક મળશે તો સાથી પક્ષોમાંથી પણ નવા ચહેરા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *