Photos: લોહાગઢ કિલ્લાની ખાસિયત જ બની ગઈ કેતનના મોતનું કારણ! સિયા-ચેતને નક્કી કર્યા હતા કોડ વર્ડ-સિગ્નલ

Spread the love

પુનાના બિઝનેસમેન વિશાલ અગ્રવાલના હોનહાર પુત્ર કેતન અગ્રવાલનું 26 વર્ષે મંગેતરના હાથે મોત નિપજ્યું. સિયા પર એવો આરોપ છે કે તેણે તેના પ્રેમી સાથે મળીને મંગેતરને ખાઈમાં ધકેલી દીધો. હાલ પોલીસે સિયા અને તેના પ્રેમી ચેતનની ધરપકડ કરી છે અને પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ સમગ્ર ઘટનાક્રમ પુનાના લોહાગઢ કિલ્લા પર ઘટ્યો.લોહાગઢ કિલ્લાની ખાસિયત જ બની ગઈ કેતનના મોતનું કારણ! સિયા-ચેતને નક્કી કર્યા હતા કોડ વર્ડ-સિગ્નલ

Photos: લોહાગઢ કિલ્લાની ખાસિયત જ બની ગઈ કેતનના મોતનું કારણ! સિયા-ચેતને નક્કી કર્યા હતા કોડ વર્ડ-સિગ્નલ

Photos: લોહાગઢ કિલ્લાની ખાસિયત જ બની ગઈ કેતનના મોતનું કારણ! સિયા-ચેતને નક્કી કર્યા હતા કોડ વર્ડ-સિગ્નલ.

પુનાના બિઝનેસમેન વિશાલ અગ્રવાલના હોનહાર પુત્ર કેતન અગ્રવાલનું 26 વર્ષે મંગેતરના હાથે મોત નિપજ્યું. સિયા પર એવો આરોપ છે કે તેણે તેના પ્રેમી સાથે મળીને મંગેતરને ખાઈમાં ધકેલી દીધો. હાલ પોલીસે સિયા અને તેના પ્રેમી ચેતનની ધરપકડ કરી છે અને પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ સમગ્ર ઘટનાક્રમ પુનાના લોહાગઢ કિલ્લા પર ઘટ્યો.

આ કિલ્લો મહારાષ્ટ્રના અદભૂત અને ઐતિહાસિક કિલ્લાઓમાંથી એક છે. જે પુનાથી 52 કિમી દૂર સહ્યાદ્રીની પહાડીઓ પર બનેલો છે. પુના ગ્રામીણ પોલીસે પૂછપરછના આધારે લોહાગઢ કિલ્લના એ વિંચૂ કાટા રિજ પર ઘટેલા સમગ્ર ક્રાઈમ સીનને પણ રીકન્સ્ટ્રક્ટ કર્યો છે. હવે આ વિંચૂ કાટા (વિંચૂ કાડા) જગ્યા વિશે ખાસ જાણવા જેવું છે. એવું તે શું છે કે આ જગ્યાએ જઈને કેતનને ધક્કો માર્યો?

 

ઐતિહાસિક મહત્વ ધરાવે છે લોહાગઢ કિલ્લો

 

લોહાગઢ કિલ્લો લોનાવાલાથી માત્ર 12 કિમી દૂર અને પુનાથી 50 કિમીના અંતરે આવેલો છે.

મહારાષ્ટ્રના પર્યટન વિભાગના જણાવ્યાં મુજબ લોહાગઢ કિલ્લાનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે.

તેના નિર્માણની શરૂઆત 10મી સદીમાં લોહતમિયા વંશ કે લોહટમિયા વંશ સમયે થઈ હતી.

આ કિલ્લા પર ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, યાદવ, બહમની, નિઝામ, મુઘલ અને મરાઠા શાસકોનો પણ અધિકાર રહ્યો હતો. આ દરમિયાન કિલ્લો વધુ મજબૂત બનતો રહ્યો.

લોહાગઢ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજના ઈતિહાસ સંલગ્ન એક મહત્વપૂર્ણ કિલ્લો ગણાય છે.

મહારાષ્ટ્રના એવા 12 કિલ્લાઓમાં સામેલ છે જેમને યુનેસ્કોની વૈશ્વિક ધરોહર યાદીમાં સ્થાન મળ્યું છે.

કિલ્લામાં પ્રવેશ માટે ચાર દરવાજા છે. ગણેશ દરવાજા, નારાયણ દરવાજા, હનુમાન દરવાજા અને મહા દરવાજા.

કિલ્લાનો મુખ્ય દરવાજો એટલે એટલે ગણેશ દરવાજો જે ખુબ જ સુંદર અને મજબૂત છે. જેના પર ભગવાન ગણેશની મૂર્તિ કંડારેલી છે.

કિલ્લાની અંદર સૈનિકોને છૂપાવવા માટે અથવા કટોકટી સમયે બહાર નીકળવા માટે ગુપ્ત જગ્યાઓ અને વેરહાઉસ બનેલા છે.

કિલ્લાની ટોચ પર જતા નારાયણ દરવાજા અને હનુમાન દરવાજા આવે છે. જ્યાં હનુમાનજીની મૂર્તિઓ જોવા મળે છે.

આ કિલ્લાનું નામ લોહાગઢ એટલા માટે પડ્યું હતું કારણ કે આ કિલ્લો જીતવો ખુબ જ મુશ્કેલ ગણાતો હતો.

આસપાસ મોટી ખાઈ અને વચ્ચે સાંકડો રસ્તો આ કિલ્લાને વધુ મજબૂત બનાવે છે.

એવું કહેવાય છે કે શિવાજી મહારાજે અનેક વર્ષો સુધી પોતાનો ખજાનો આ કિલ્લામાં રાખ્યો હતો.

લોહાગઢ કિલ્લાની ખાસિયત

ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા આ કિલ્લાની કુદરતી સુંદરતા તો અદભૂત છે જ પરંતુ કિલ્લાની સૌથી અનોખી ખાસિયત હોય તો તે છે તેનું ‘વિંચૂ કાટા’. વિંચૂ એટલે વિંછી અને કાટા એટલે કડા જેનો અર્થ થાય ખડક. હવે તમને એમ થતું હશે કે આ જગ્યાનું નામ આવું કેમ છે તો તમને જણાવી દઈએ કે લોહાગઢ કિલ્લાની ઉત્તર પશ્ચિમ દિશામાં એક લાંબો અને સાંકડો ખડક લંબાયેલો છે. જો મે આ કિલ્લાને સેટેલાઈટ વ્યૂ અથવા ઉપરથી જોશો તો કિલ્લાનો મુખ્ય ભાગ વિંછીના શરીર જેવો અને એમાંનો આ લાંબો ખડક વિંછીની પૂછડી જેવો દેખાય છે. મરાઠીમાં વિંચૂ એટલે વિંછી કહેવાય અને કડા એટલે ખડક. એટલે આ જગ્યાનું નામ ‘વિંચૂ કાટા’ (વિંચૂ કડા) પડ્યું છે.

 

લોહાગઢનો આ એવો હિસ્સો છે જે મુખ્ય કિલ્લાથી અલગ નીકળેલો છે.

પર્યટકો માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.

કિલ્લાની ટોચ પરથી આ ભાગ ખુબ આકર્ષક અને મોટો રિજ જેવો દેખાય છે. ત્યાંથી આસપાસના વિસ્તારો અને ખીણના ખુબ જ સુંદર દ્રશ્યો જોવા મળે છે.

જો કે આ ભાગ જોખમી પણ એટલો જ છે.

સદીઓથી ભારતીય ઈતિહાસની ધરોહર બનેલા આ કિલ્લાના વિશાળ દરવાજા અને તેની દીવાલો આજે પણ મજબૂત છે. જે ભારતની મજબૂત ઐતિહાસિક કારીગરી દર્શાવે છે.

કિલ્લાની આ ખાસિયત બની કેતનના મોતનું કારણ?

રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિશાલ અગ્રવાલના પુત્ર કેતન અગ્રવાલની લોહાગઢ કિલ્લાની 350 ફૂટથી વધુ ઊંડી ખાઈમાં પડવાથી મોત નિપજ્યું હતું. જેમાં એવો આરોપ લાગ્યો છે કે તેની મંગેતર સિયા ગોયલ અને પ્રેમી ચેતન ચૌધરીએ તેને ખીણમાં ધક્કો માર્યો હતો. કસ્ટડીમાં થયેલી કડક પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું કે સિયા કેતન સાથે લગ્ન કરવા માંગતી નહતી અને તેણે કેતનને સગાઈ તોડવા માટે પણ કહ્યું હતું પરંતુ જ્યારે કેતને સગાઈ તોડવાની ના પાડી દીધી તો સિયાએ તેને હંમેશા માટે રસ્તેથી હટાવવા ખૌફનાક યોજના ઘડી નાખી.

 

વિંચૂ કાટા રિજ પાસેથી માર્યો કેતનને ધક્કો!

 

પુના ગ્રામીણ પોલીસે પૂછપરછના આધારે લોહાગઢ કિલ્લાના એ વિંચૂ કાટા રિજ પર થયેલા સમગ્ર ક્રાઈમ સીનને રીકન્સ્ટ્ર્કટ પણ કર્યો.

પોલીસના જણાવ્યાં મુજબ સિયા અને ચેતને પહેલેથી જ એક કોડ વર્ડ અને સિગ્નલ નક્કી કરેલું હતું.

પ્લાન મુજબ સિયાએ કિલ્લાની એક સૂમસામ જગ્યા પર બેસવાનું હતું અને જેવી તે ત્યાં બેસે કે ચેતન માટે આ હુમલાનો સંકેત હતો.

18 જૂનના રોજ બંનેએ પોતાના પ્લાનને અંજામ આપી દીધો.

જેવી સિયા કેતનને લઈને વિંચૂ કાટા રિજ પાસે બેઠી, કે પાછળથી ઘાત લગાવીને આવેલા ચેતન ચૌધરીએ કેતનને 350 ફૂટ ઊંડી ખાઈમાં ધક્કો મારી દીધો.

કેતનને સમજવાની કે બચવાની કોઈ તક મળી નહીં. તે સીધો પથ્થરો સાથે અથડાતો નીચે પડ્યો અને ત્યાં જ તેનું મોત નિપજ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *