શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાની સાથે જ રામ મંદિર આંદોલન સાથે ચંપત રાયના લાંબા જોડાણ અને તે સફરે ફરીથી લોકોનું ધ્યાન ખેચ્યું છે, જેના કારણે તેઓ ટ્રસ્ટના સૌથી મહત્વપૂર્ણ પદાધિકારીઓમાંથી એક બન્યા હતા. વર્ષ 2020માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જવાબદારી સંભાળતા પહેલા ચંપત રાય શું કરતા હતા, આ પ્રશ્ન દરેક લોકોના મન થઈ રહ્યો છે.ચંપત રાયનું આખું નામ ચંપત રાય બંસલ છે. તેમનો જન્મ 1946માં ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં થયો હતો. બાળપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિચારધારા સાથે જોડાયેલા છે. ચંપત રાયે પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના ધામપુરમાં આવેલી RSM ડિગ્રી કોલેજમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે કરી હતી. તેમણે શિક્ષક તરીકે કામ કર્યું અને બાદમાં પોતાનું જીવન સામાજિક અને સંગઠનાત્મક કાર્યો માટે સમર્પિત કરી દીધું. તેમનું એકેડમિક બેકગ્રાઉન્ડ અવારનવાર એ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે કે કેવી રીતે તેઓ શિક્ષણના ક્ષેત્રમાંથી બહાર નીકળીને ફૂલ ટાઈમ સાર્વજનિક જીવન અપનાવ્યું.
ફૂલ ટાઈમ રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રચારક બન્યા
જેલમાંથી મુક્ત થયા બાદ ચંપત રાયે સરકારી પ્રોફેસરની નોકરી છોડી દીધી અને ફૂલ ટાઈમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બની ગયા. આવનારા વર્ષોમાં તેમણે સંઘ દ્વારા આપવામાં આવેલી મોટી જવાબદારીઓ સંભાળી. તેમના કામના કારણે જ તેઓ 1991માં અયોધ્યા પહોંચ્યા અને તેમણે અવધ ક્ષેત્રના ક્ષેત્રીય સંગઠન મંત્રીનું પદ સંભાળ્યું.
કોણ છે ચંપત રાય? રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ બનતા પહેલા શું કરતા હતા, કેવી રીતે મળી આટલી મોટી જવાબદારી?
કોણ છે ચંપત રાય? રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ બનતા પહેલા શું કરતા હતા, કેવી રીતે મળી આટલી મોટી જવાબદારી?
કોણ છે ચંપત રાય? રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ બનતા પહેલા શું કરતા હતા, કેવી રીતે મળી આટલી મોટી જવાબદારી.
Who is Champat Rai: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાની સાથે જ રામ મંદિર આંદોલન સાથે ચંપત રાયના લાંબા જોડાણ અને તે સફરે ફરીથી લોકોનું ધ્યાન ખેચ્યું છે, જેના કારણે તેઓ ટ્રસ્ટના સૌથી મહત્વપૂર્ણ પદાધિકારીઓમાંથી એક બન્યા હતા. વર્ષ 2020માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જવાબદારી સંભાળતા પહેલા ચંપત રાય શું કરતા હતા, આ પ્રશ્ન દરેક લોકોના મન થઈ રહ્યો છે.
કેમિસ્ટ્રી પ્રોફેસર તરીકે કરિયરની શરૂઆત
ચંપત રાયનું આખું નામ ચંપત રાય બંસલ છે. તેમનો જન્મ 1946માં ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં થયો હતો. બાળપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિચારધારા સાથે જોડાયેલા છે. ચંપત રાયે પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના ધામપુરમાં આવેલી RSM ડિગ્રી કોલેજમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે કરી હતી. તેમણે શિક્ષક તરીકે કામ કર્યું અને બાદમાં પોતાનું જીવન સામાજિક અને સંગઠનાત્મક કાર્યો માટે સમર્પિત કરી દીધું. તેમનું એકેડમિક બેકગ્રાઉન્ડ અવારનવાર એ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે કે કેવી રીતે તેઓ શિક્ષણના ક્ષેત્રમાંથી બહાર નીકળીને ફૂલ ટાઈમ સાર્વજનિક જીવન અપનાવ્યું.
ફૂલ ટાઈમ રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રચારક બન્યા
જેલમાંથી મુક્ત થયા બાદ ચંપત રાયે સરકારી પ્રોફેસરની નોકરી છોડી દીધી અને ફૂલ ટાઈમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બની ગયા. આવનારા વર્ષોમાં તેમણે સંઘ દ્વારા આપવામાં આવેલી મોટી જવાબદારીઓ સંભાળી. તેમના કામના કારણે જ તેઓ 1991માં અયોધ્યા પહોંચ્યા અને તેમણે અવધ ક્ષેત્રના ક્ષેત્રીય સંગઠન મંત્રીનું પદ સંભાળ્યું.
રામ મંદિર દાન ચોરી મામલે કેમ ચંપત રાય અને ડો. અનિલ મિશ્રાએ આપવું પડ્યું રાજીનામું? ખાસ જાણો
વિશ્વ હિન્દુ પરિષદમાં ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)માં ચંપત રાયે ઘણા વર્ષો સુધી કેટલાય મોટા પદો પર કામ કર્યું. તેમણે કેન્દ્રીય સચિવ, સંયુક્ત મહાસચિવ, આંતરરાષ્ટ્રીય મહાસચિવ અને બાદમાં સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદમાં તેમના લાંબા વહીવટી અનુભવે એક અસરકારક આયોજક અને વ્યૂહરચનાકાર તરીકે તેમની ઓળખને વધુ મજબૂત બનાવી.
રામ જન્મભૂમિ આંદોલનમાં મોટી ભૂમિકા
ચંપત રાય દાયકાઓથી રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રહેવા માટે જાણીતા છે. રામ મંદિર વિવાદ પર કાનૂની લડાઈ દરમિયાન તેમણે ઐતિહાસિક રેકોર્ડ, દસ્તાવેજી પુરાવા અને અન્ય એવી વસ્તુઓ એકત્રિત કરી હતી, જેનો ઉપયોગ કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી વકીલોએ કર્યો હતો.
તેઓ વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતા અશોક સિંઘલના નજીકના સહયોગી પણ માનવામાં આવે છે. આ સાથે જ તેમણે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ઘણા અભિયાનોમાં ભાગ લીધો હતો.તેમને જનરલ સેક્રેટરી તરીકે કેમ પસંદ કરવામાં આવ્યા હતા?
અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકારે 2020માં રામ મંદિરના નિર્માણ અને વ્યવસ્થાપનની દેખરેખ માટે 15 સભ્યોના ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ ની રચના કરી હતી.
ચંપત રાયને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી આ જ કારણે બનાવવામાં આવ્યા હતા. કારણ કે તેઓ દાયકાઓથી આ આંદોલન સાથે જોડાયેલા હતા. આ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદમાં તેમનો વહીવટી અનુભવ હતો અને મંદિર અભિયાન સાથે જોડાયેલા રેકોર્ડ્સ સુરક્ષિત રાખવામાં તેમજ સંગઠનાત્મક પ્રયાસોમાં તાલમેલ બેસાડવામાં પણ તેમની મોટી ભૂમિકા હતી.
