નવી દિલ્હી, તા. 3 કેન્દ્ર સરકાર ભારતીય પરિવારો પાસે વણવપરાયેલું પડેલું અંદાજે 30,000 ટન સોનું બેંકિંગ સિસ્ટમમાં લાવવા માટે એક મોટા પ્લાન પર કામ કરી રહી છે. આ માટે સરકાર પોતાની લોકપ્રિય ‘ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ’ (GMS)માં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ નવી યોજના અંતર્ગત ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય લોકોનાં ઘર સુધી પહોંચ ધરાવતાં સ્થાનિક જ્વેલર્સ (સોનીઓ)ને આ સ્કીમનો હિસ્સો બનાવવામાં આવશે.જેથી લોકો સરળતાથી પોતાનું સોનું સરકારની યોજનામાં મૂકી શકે.ભારત પોતાની સોનાની મોટાભાગની જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશથી થતી આયાત પર નિર્ભર રહે છે. સોનાની આ ભારે આયાતના કારણે દેશની વેપાર ખાધ (બેલેન્સ ઓફ પેમેન્ટ્સ) પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને દેશનું ઘણું વિદેશી હૂંડિયામણ બહાર ચાલ્યું જાય છે. જો ઘરોમાં રાખેલું સોનું જ બજારમાં ફરતું થાય, તો વિદેશથી સોનું મંગાવવાની જરૂરિયાત ઘણી ઓછી થઈ શકે તેમ છે. આ મુખ્ય હેતુ સાથે જ સરકાર આ યોજનાને નવું સ્વરૂપ આપી રહી છે.
હાલમાં સોનાનાં આસમાને પહોંચેલાં ભાવો અને ઊંચી ઈમ્પોર્ટ ડ્યુટીના કારણે બજારમાં દાગીનાની માંગ પર પણ અસર પડી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે છેલ્લાં પંદર દિવસમાં સરકારનાં વરિષ્ઠ મંત્રીઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, વિવિધ બેંકો અને બુલિયન ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ ચૂકી છે. આ તમામ પક્ષો જ્વેલર્સને આ સ્કીમમાં જોડવા માટે સહમત થયાં છે.
વેપાર જગતનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આગામી તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં, એટલે કે ઓગસ્ટ મહિનામાં આ સુધારેલી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. બુલિયન એસોસિએશને અગાઉ મે મહિનામાં જ સરકારને આ અંગે કેટલાક મહત્વનાં સૂચનો મોકલ્યાં હતાં, જેમાં ઘરગથ્થુ સોનાને અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જ્વેલર્સને કલેક્શન સેન્ટર તરીકે વાપરવાની સલાહ આપવામાં આવી હતી.
અત્યાર સુધી ચાલી રહેલી જૂની સ્કીમમાં સામાન્ય લોકોને બેંકો સુધી જવામાં કે લાંબી કાગળિયાંની પ્રક્રિયામાં રસ પડતો નહોતો, જેના કારણે આ યોજના જોઈએ તેટલી સફળતા મેળવી શકી ન હતી. પરંતુ હવે જ્વેલર્સના જોડાવાથી મોટો ફાયદો એ થશે કે ગ્રાહકો પોતાનાં વિશ્વાસુ અને જાણીતાં સોની પાસે જઈને જ સોનું જમા કરાવી શકશે. જ્વેલર્સ સોનાની શુદ્ધતા તપાસવા અને તેને સ્વીકારવા માટે કલેક્શન પોઈન્ટ તરીકે કામ કરશે.
આ નવી વ્યવસ્થાથી દેશનાં અર્થતંત્રને મજબૂતી મળવાની સાથે સાથે સામાન્ય નાગરિકોને પણ પોતાનાં ઘરમાં નિષ્ક્રિય પડેલાં સોના પર વ્યાજ કમાવવાની ઉત્તમ તક મળશે. તહેવારોની સીઝન પહેલાં આ યોજના અમલમાં આવવાથી બજારમાં સોનાની લિક્વિડિટી વધશે અને રૂપિયાને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂતી આપવામાં મદદ મળશે.
આ યોજના અંતર્ગત જ્વેલર્સને જોડવાથી સોનાના સ્થાનિક વેપારને પણ મોટો વેગ મળવાની આશા છે. સામાન્ય રીતે લોકો પોતાના કૌટુંબિક સોની પર વધુ વિશ્વાસ રાખતા હોય છે, જેથી બજારમાં કલેક્શન સેન્ટરોનું એક મોટું નેટવર્ક ઊભું થશે. આ નવી વ્યવસ્થાથી દેશના અર્થતંત્રને મજબૂતી મળવાની સાથે સાથે સામાન્ય નાગરિકોને લોકરમાં રાખેલા સોના પર સુરક્ષિત વ્યાજ કમાવવાની ઉત્તમ તક મળશે, જે આખરે આગામી તહેવારોની સીઝનમાં સોનાના બજારમાં નવી રોનક લાવશે.કેટલાક દિવસોની મંદી બાદ સોના-ચાંદીમાં તેજીનો દોર શરૂ થયો હોય તેવા ભાવો સડસડાટ કરતા ઉંચે ચડવા લાગ્યા છે. આજે હાજર સોનામાં વધુ 31પ0 તથા ચાંદીમાં પ400નો ઉછાળો નોંધાયો હતો. વાયદામાાં સોનુ 19પ0 તથા ચાંદી 4800 રૂપિયા વધ્યા હતા.
રાજકોટ માર્કેટમાં આજે 10 ગ્રામ હાજર સોનુ ફરી વખત 1.પ0 લાખની સપાટીને વટાવી ગયું હતું અને 31પ0ના ઉછાળાથી 1,પ1,1પ0 થયું હતું. વિશ્ર્વ બજારમાં ભાવ 4184 ડોલરે પહોંચ્યા હતા. જયારે વાયદામાં 1,47,પ7પ થયા હતા. હાજર ચાંદી ર,41,400 થઇ હતી. તેમાં પ400નો ઉછાળો હતો. વિશ્ર્વ બજારમાં ભાવ 6ર.70 ડોલર થયો હતો. જયારે વાયદામાં ર,37,980 હતો.
વેપારીઓના કહેવા પ્રમાણે વિશ્ર્વ બજારમાં તેજીને પગલે લોકલ માર્કેટમાં ભાવ ઉંચકાયા છે. ડોલરમાં મોટી વધઘટ ઉપરાંત અનેક દેશોની સેન્ટ્રલ બેંકોની ખરીદી જેવા કારણો ભાગ ભજવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબુત થઇ રહ્યો છે.
અન્યથા તેજી વધુ જોરદાર થવાની સંભાવના હતી. ભારતીય માર્કેટમાં હાલ તુર્ત કોઇ તહેવાર કે લગ્નગાળો નથી અને રીટેલ ડિમાન્ડ ઘણી ઓછી જ છે. છતાં તાજેતરના ભાવ ઘટાડામાં વધુ ઘટાડાની રાહ જોઇ રહેલો વર્ગ તેજી બજારે ખરીદી કરવા નીકળ્યો હોવાની છાપ છે.
