ગાંધીનગર : યુવક અને યુવતી બેઝમેન્ટના પાર્કિંગમાં રાખેલી કારની અંદર કરતાં હતાં શંકાસ્પદ હરકત, કૉમ્પલેક્સના ચેરમેનની નજર પડી અને પછી જે કાંડ બહાર આવ્યો….

Spread the love

ગાંધીનગરના પીડીપીયુ રોડ પર આવેલા એક બિઝનેસ પાર્કના બેઝમેન્ટ પાર્કિંગમાં શંકાસ્પદ હાલતમાં કારમાં બેઠેલા યુવક અને યુવતીને કોમ્પ્લેક્સના ચેરમેને ઝડપી પાડ્યાનો મામલો સામે આવ્યો છે. ચેરમેનને શંકા જતાં તેમણે કારની તપાસ કરતાં બંનેને અટકાવી પોલીસને જાણ કરી હતી.

 

પ્રાથમિક પૂછપરછ દરમિયાન યુવક વિધર્મી અને યુવતી હિંદુ હોવાનું સામે આવ્યું હતું.ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ સ્થળ પર પહોંચી બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

 

હિંદુ યુવતી સંડોવાયેલી હોવાની જાણ થતાં હિંદુ સંગઠનોના આગેવાનો પણ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સંગઠનના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં વધી રહેલા કથિત ‘લવ જેહાદ’ના બનાવોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ઉપરાંત યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવવાની માગ સાથે યોગ્ય તપાસ નહીં થાય તો ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

 

પોલીસ તપાસ દરમિયાન યુવતીના નિવેદનમાં વિસંગતતા સામે આવી હતી. યુવતીએ શરૂઆતમાં તેના પિતાનો હોલસેલ મેડિકલનો વ્યવસાય હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસને શંકા જતાં યુવતીના પિતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. પિતાએ પોલીસ સમક્ષ પોતે ગાંધીનગરમાં ચાની કીટલી ચલાવતા હોવાનું જણાવ્યું હતું.

 

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવતી અને યુવક છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમના સંબંધોની જાણ યુવતીના ભાઈને પણ હતી. જોકે યુવતી અને તેના પિતાએ વિધર્મી યુવક વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો.

 

હાલ ઇન્ફોસિટી પોલીસે સમગ્ર મામલે માત્ર જાણવા જોગ નોંધ (એન્ટ્રી) કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ બિઝનેસ પાર્કના ચેરમેને પણ જણાવ્યું હતું કે આવી પ્રકારની ઘટનાઓ અંગે છ મહિના અગાઉ લેખિત અને મૌખિક રીતે પણ તંત્રને જાણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *