મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગરમાં ભારત ખાતેના યુગાન્ડાના હાઈકમિશનર શ્રીયુત ગ્રેસ અકેલોએ સૌજન્ય મુલાકાત કરી હતી.
આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીએ શ્રીયુત ગ્રેસેનું સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કર્યું હતું. જ્યારે શ્રીયુત ગ્રેસે “યુગાન્ડા-ભારતના રાજદ્વારી સંબંધોના ૧૦૦ વર્ષ” વિષયક પુસ્તક મુખ્યમંત્રીશ્રી રૂપાણીને સ્મૃતિરૂપે ભેટ આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાયેલ આ મુલાકાત પ્રસંગે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનરશ્રી, ઈન્ડેક્ષ-બીના એમ.ડી., MSME કમિશનરશ્રી તેમજ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ શ્રી પરાગ તેજુરા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.