જૂના ગેઝેટ પણ એક માસમાં વેબસાઇટ પર અપલોડ કરવા વિભાગને મુખ્યમંત્રીશ્રીની સૂચના

Spread the love

વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે આ ડિઝીટલ – ઓનલાઇન ગેઝેટ વેબસાઇટ પર ઉપલબ્ધ થવાથી અંત આવશે. આના પરિણામે વાર્ષિક સરેરાશ અંદાજે ૩પ મેટ્રિક ટન પેપરની પણ બચત થવાની છે.
કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. એટલું જ નહિ, ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હાલ વિભાગ પાસે ૩૦ વર્ષ જૂના જે ગેઝેટ ઉપલબ્ધ છે તે પણ એક મહિનામાં આ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવાની સૂચના આ વેળાએ આપી હતી.
તદનુસાર જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે તેમજ ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે.
આના પરિણામે નાગરિકો, અરજદારો, સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે.
રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ–સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી સરળતાએ લોકોને મળતી થશે.
આ વેબ સાઈટ લોન્ચિંગ અવસરે કુટીર ઉદ્યોગ સચિવ શ્રી સંદીપકુમાર, જી.આઇ.એલ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુસિઆ, સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક શ્રી રાઠોડ તેમજ વિભાગના નાયબ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com