રાજ્ય સરકાર પ્રજા પર ટેક્ષ નાંખે છે, ત્યારે જે આવકનો સ્ત્રોત અને જ્યાં ચોરીઓ થાય છે, ત્યાં ડામવાની તાતી જરૂર છે. સરકાર દ્વારા ડ્રોન પણ આ રેતીમાફીયાઓને પકડવા માટે ખરીદવામાં આવ્યા છે. પણ તંત્રની કુણી લાગણી હોય તેમ પકડાતા નથી, ત્યારે રેતી માફીયાઓએ ૪૦ થી ૪૫ ફૂટ ઉંડા ખાડા મોદીને મોટાભાગની રેતી ઉલેચી લીધી છે. સરકારને ફક્ત ભરવા પૂરતાં ૫%નાંણા ભરીને ૯૫%ની મોટી કામ પણ ખનીજનાં આ ગેંગે કરોડો નહીં પણ અબજાે રૂપિયાની ગોટાળો કરતાં હવે તંત્ર જાગ્યું છે. ત્યારે એક RTI એક્ટીવીસ્ટ મહિલાએ સેક્રેટરીને ફરીયાદ કર્યા બાદ આખા ગુજરાતમાં રેતી માફિયાઓ ઉપર તુટી પડો તેમ હવે તંત્ર સ્કવોર્ડ સાથે તુટી પડ્યું છે. ત્યારે હવે સરકારે નવી આવક અને નવો સ્ત્રોત્ર ઉભો કરવા રેતી ખનન ઉપર રેતી માફીયાઓ સામે નજર દોડાવવાની જરૂર છે. દારૂ, જુગારની બદી કરતાં પણ તગડો નફો ઉલેચતા રેતી માફીયાઓ, ત્યારે ફ્લાઇંગ સ્કર્વોડની કાર્યવાહીમાં અનેક મશીનો પકડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.૫/૭/૨૦૨૧ ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ફલાઈંગ સ્કવોર્ડ ગાંધીનગરના નવા નિયુક્ત અધિક નિયામક ફલાઇંગ સ્કવોર્ડ પી.એલ.ઝનકાત ની સૂચનાથી મોજે સરોડા, કાસિન્દ્રા તા. દસક્રોઈ ખાતે પસાર થતી સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા અધિકારીઓ દ્વારા ફિલ્મી ઠબે ડમ્પર માં જઇ ૬ હિટાચી મશીન તેમજ ૯ ડમ્પર ની બિન અધિકૃત રીતે સાદી રેતી ખનિજ નું ખનન વાહન કરતા જડપી પાડી કુલ ૪.૬૦ કરોડ નો મુદ્દા માલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે .