ઘણા શહેરોમાં ખાલી થવા લાગ્યા ATM! RBIએ બેંકોને ચેતવણી આપી અને ડેટા માંગ્યો

Spread the love

આજના સમયમાં બેંકના કામો ખૂબ જ સરળ થઈ ગયા છે. પહેલાં લોકોને બેંકમાં લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રહીને પૈસા ઉપાડવા પડતા હતા. હવે તો ઘરની નજીકના ATM મશીનમાંથી સરળતાથી રોકડ કાઢી શકાય છે. પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી દેશના અનેક શહેરો અને ગામડાઓમાં ATM મશીનો ખાલી હોવાની ફરિયાદો વધી રહી છે. ઘણા લોકો ATMમાં કાર્ડ નાખે છે, પણ પૈસા નથી નીકળતા.આની સતત ફરિયાદો આવી રહી છે. આ વધતી ફરિયાદોને જોતાં ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

 

RBIએ બેંકો પાસેથી માગ્યો ડેટા

 

RBIએ તમામ બેંકો પાસેથી ટિયર-2 અને નાના શહેરોમાં ATMમાં કેટલી રોકડ છે તેનો વિગતવાર ડેટા માગ્યો છે. RBI તપાસ કરી રહી છે કે શું કેટલીક બેંકો નાના વિસ્તારોમાં ઓછી રોકડ મૂકે છે? અથવા શું બેંકો ATMમાં સમયસર કેશ રીલોડ નથી કરતી? જો આવું જણાશે તો બેંકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

બેંકોએ શું કહ્યું?

 

આ મામલે બેંકોનું કહેવું છે કે માત્ર કુલ કેશ સ્ટોક જોઈને સ્થિતિનો અંદાજ નથી લગાવી શકાતો. બેંકોના જણાવ્યા મુજબ, જે નોટો ખરાબ, કપાયેલી કે ફાટેલી હોય છે તેને ATMમાં મૂકી શકાતી નથી.

 

કયા રાજ્યોમાં વધુ અસર?

 

આ સમસ્યાથી સૌથી વધુ અસર ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોના લોકો પર પડી છે. ખાસ કરીને આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક રાજ્યોમાં લોકોને ATM માંથી પૈસા ન મળવાની સૌથી વધુ ફરિયાદો આવી રહી છે. RBI આ તપાસ ઝડપથી પૂર્ણ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી લોકોને ATM માંથી સરળતાથી પૈસા મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *