GJ-૧૮ નું હાર્દસમું એક સમયનું ગણાતું સે-૨૧ ની માર્કેટની એવી કફોડી હાલત કરી નાંખી છે.જેમાં મનપાના એક કબાડીગ્રુપના મહંમદ તઘલઘીએ અનેક પોતાના વિચારો વિમર્શમાં સેક્ટર-૨૧ ના બજારની ઘદોર ખોદાઇગઇ છે. લાખો-કરોડોના ખર્ચે બગીચા, ફુવારા, પાર્કીગ, ગેઇટ જે બનાવ્યા હતા,તે તોડફોડ કરીને પાછું નવેસરથી બનાવવા જતાં દોઢ બે વર્ષથી મોર્કેટનું કામ ઝુલતા મીનારાની જેમ ઝુલી રહ્યું છે. ત્યારે જે સે-૨૧ આજથી ૩ વર્ષ પહેલાં સુંદર, અને પાર્કીગથી લઇને બેસવાના બાંકડા, બગીચા, આવવા-જવાનો ગેઇટથી લઇને અનેક પાર્કીગથી લઇને કરોડોનો ખર્ચ કરેલો તે તમામ તોડીને પોતાની બુદ્ધી મતા સાબિત કરવા તોડફોડ કરાતા આખરે સે-૨૧ ભંગારવાડો હોય તેવું કબાડી માર્કેટ બની ગયું છે. ત્યારે કોરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા ફુવારા, ગેઇટ, ઝાંપા આ બધા ક્યાં ગયા? ભંગારમાં પણ લાખો રૂપિયાની ઉપજી શકે તેવી હતી. ત્યારે પ્રજાના પૈસાનું પાણી હોય તેમ તોડફોડની રાજનીતિ ની જેમ -૨૧માં તોડફોડ કરીને સે-૨૧ આજે જે હાર્દસનું GJ-૧૮ નું હતું તે હવે રહ્યું નથી, સે-૨૧ માં હવે દર રવિવારે અને રજાના દિવસોમાં ભીડ જાેવા મળે છે. હવેના બાકીના દિવસોમાં આલીયા, માલીયા, જમાલીયા ફરતાં હોય છે. ધંધા પણ તુટી રહ્યા છે. પાર્કીગનો પ્રશ્ને પેચીદો છે. ફૂટપાથો જે ચાલવા માટે હતી, ત્યાં વાહનો પાર્કીગ કરી દેતાં અને જ્યાં ફુવારો, ગ્રાહકો માટે બેસવાના બાંકડા જે મૂકેલા હતા, તે તમામ લુપ્ત થઇ ગયા છે. સે-૨૧નું માર્કેટ જાેવા જઇએ તો કબાડીગ્રુપ એવા મહંમદ તઘલઘીના અનેક નિર્ણયોથી વેપારીઓ પણ ત્રસ્ત થઇ ગયા છે. કહેવત છે, કે સાપ ગયો પણ લીસોટા મૂક્તો ગયો તેવી સ્થિતિ હાલ વેપારીઓની થઇ ગઇ છે. ધંધા, રોજગાર, હાલ વેપારીઓના રફે-દફે જેવા થઇ ગયા છે. પહેલાં સે-૨૧ની જે રોનક હતી. તે હવે રોનક રહી નથી. ત્યારે ભાગ્યું તોપ જરૂર છે. હવે સે-૨૧માં તઘલઘી નિર્ણયો બંધ કરીને જે વિકાસના કામો હોય તે કરો, બાકી માર્કેટની હાલત અને સ્થિતિ આખી બગાડી નાંખી છે. ત્યારે સે-૨૧નું માર્કેટ ડાઉન અને ન્યુ GJ-૧૮ નું માર્કેટ હવે અપ થઇ રહ્યું છે.