ઘણીવાર સારુ કાર્ય કરવા જતા અડચણો પણ એટલી જ આવતી હોય છે. ત્યારે GJ- ૧૮ મનપા દ્વારા ન્યુ GJ- ૧૮ OLD GJ- ૧૮ ખાતે સૌની દિવાલ ના શ્લોગન સાથે વ્યવસ્થા ના ભાગરૂપે કાઉન્ટર મૂક્યું છે. ત્યારે આ કાઉન્ટર ઘણીવાર અડચણરૂપ પણ ઘણાને બન્યું છે. અને ઘણાને આશીર્વાદરૂપ બન્યું છે. ત્યારે મનપા દ્વારા શુભ આશય સૌની દિવાલ અનેક જગ્યાએ મૂકવામાં આવી છે. ત્યારે આ સૌની દિવાલમાં એવું શ્લોગન છે ,કે જરૂરિયાત હોય તો લઈ જાઓ, જરૂરિયાત ન હોય અને વધારે હોય તો આપી જાવ, ત્યારે આ ચીજ – વસ્તુઓ લોકો રમકડા, કપડા, ગાદલા,ડ્રેસ થી લઈને અનેક લોકો ચીજવસ્તુઓ અહીંયા મૂકી જતા હોય છે. ત્યારે આ ચીજ વસ્તુ ઓ જે ગરીબ, જરૂરિયાત મંદ હોય તે લઈ જાય, ત્યારે એક એવો બનાવ બનેલ છે.જેમાં વેપારી દ્વારા સૌની દિવાલ ની આજુ બાજુ ની જગ્યા કોર્ડન કરી લીધી અને સૌની દીવાલ અડોઅડ ડ્રેસ મહિલાઓના ટાંગી દીધા ,અને આ ડ્રેસ ટાંગતા એક મહિલા સૌની દિવાનું બોર્ડ વાંચીને ૨ ડ્રેસ લઈને ચાલતી બની ,અને વેપારીએ પૈસા ડ્રેસના માંગતા માથાકૂટ થઈ હતી .પ્રાપ્ત વિગતો તથા સૂત્રોના જણાવ્યા મુજબ સેક્ટર-૨૪ ખાતેના શાકમાર્કેટ સામે સૌની દિવાલ મનપા દ્વારા ઉભી કરવામાં આવી છે. આ ઊભી કરવાનું ઉદ્દેશ ફક્ત ને ફક્ત જરૂરીયાત મંદ ને અહીંયા ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે, અને અનેક જરૂરિયાત મંદ લોકો સહાયથી ચીજવસ્તુઓ લઇ જતા હોય છે.
ત્યારે સેક્ટર-૨૪ ખાતે આવેલા શાકમાર્કેટ પાસે મુકેલા સૌની દીવાલ પાસે ની બંને બાજુ વ્યાપારીએ ડ્રેસ ટાંગાળી દીધા હતા. ત્યારે દુર થી આ ડ્રેસ સૌની દિવાલ પાસે મુકેલો હોય તેવું જ લાગે, તેમાં બેમત નથી, ત્યારે એક લાભાર્થી મહિલા બે એડ્રેસ ભરાવેલા હતા . તે લઈને ચાલતી થતા વેપારીએ પૈસા માંગતા મહિલાએ સૌની દિવાલ બતાવીને કહેતા વેપારીએ જણાવ્યું કે એ અલગ છે. ત્યારે મહિલા ભોંઠી પડી હતી. સૌની દિવાલ આજુબાજુ વેપારીએ લગાવેલ કપડા, ના કારણે સૌ કોઇને અચંબીતમાં નાખે કે આ કપડાં સૌની દિવાલમાં કોઈ મૂકીને ગયું હશે, અને જરૂરિયાત મંદ લેવા આવે ત્યારે ખબર પડે, ત્યારે મહિલાને આખરે ડ્રેસ પાછા મૂકવા પડયા હતા. અને સે . ૨૪માં સાંજનો સમય હતો , એટલે ભીડ પણ ભેગી થઈ ગઈ હતી.