આગ લાગી આગ લાગી નહીં, gj 18 ખાતે ઝાડ ઉપર કાગડો ફસાઈ જતા ફાયરબિગ્રેડ ટીમ બે કલાક ધંધે લાગી, જુઓ વિડિયો

Spread the love

gj 18 ખાતેના મીના બજાર ખાતે એક કાગડો ઝાડ ઉપર ફસાઈ જતા હજારો કાગડા મીના બજાર ઉપર ફરવા લાગ્યા હતા, અને કાઉ કાઉ કરતા હતા, ત્યારે એક પક્ષી પ્રેમીએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ આવી ગઈ હતી, ત્યારબાદ ઝાડ ઉપર કાગડો ફસાઈ ગયેલો હોવાથી મોટી સીડી ની જરૂર ના કારણે બીજી ગાડી બોલાવી પડી હતી, બેથી અઢી કલાકના આ ડ્રામા વચ્ચે કાગડો જે ફસાઈ ગયો હતો તેને બહાર કાઢ્યો હતો, બાકી આજના યુગમાં રોડ રસ્તા પર માણસ પડી ગયો હોય વાગી ગયું હોય તો દવાખાને કોઈ લઈ જવા તૈયાર નથી, ત્યારે માણસ કરતાં કાગડા સારા તેનો આ નમૂનો આખો મીના બજાર કા..કા કરી મૂક્યું હતું, અમારી આવાજ સુનો, ત્યારે કાગડાની એકતા અને તેમનો અવાજ તંત્રના કાને પણ પહોંચ્યો હતો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *