ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૦૭ જુલાઇ, ૨૦૨૧ ના રોજ માતા અને બાળકના રસીકરણ દિવસ – મમતા ડેની કામગીરીને ધ્યાનમાં રાખીને સમગ્ર ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસી આપવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનુભાઇ સોલંકીએ જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. મનુભાઇ સોલંકીએ વઘુમાં જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે રક્ષણ આપતી આમોદ શસ્ત્ર એવી કોરોનાની રસીકરણની કામગીરી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નક્કી કરાયેલ ૪૦ રસીકરણ સેન્ટરો પર કરવામાં આવે છે. આ રસીકરણ કેન્દ્રો પર ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોને રસીકરણથી રક્ષિત કરવામાં આવે છે.
સમગ્ર ગાંધીનગર જિલ્લામાં તા. ૦૭ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ માતા અને બાળકના રસીકરણ દિવસ – મમતા ડેની કામગીરી કરવામાં આવનાર છે. જેથી જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના કોરોનાના વેક્સિનેશન સેન્ટરો ખાતે તા. ૦૭મી જુલાઇના રોજ કોરોનાની રસી આપવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, જેની નોંધ સર્વે જિલ્લાના ગ્રામજનોએ લેવા અને સહકાર આપવાની અપીલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કરી છે.