એક તરફ 60 વર્ષની ઉંમરે લિવ-ઇન પાર્ટનર માટે હાઈકોર્ટના પગથિયાં ચઢતી મહિલાનો કિસ્સો ચર્ચામાં છે, ત્યાં બીજી તરફ ગુજરાતને શર્મસાર કરતી એક એવી ઘટના સામે આવી છે જે સાબિત કરે છે કે વાસના અને અંધાપો કોઈ હદ નથી જોતા. જે સ્ત્રીના આંગણે 9-9 સંતાનો ખીલ્યા હોય, તે સ્ત્રી પોતાના પ્રેમી માટે આટલી ઘાતકી બની શકે?
બનાસકાંઠાના ખેતમજૂર ગામાભાઈ ઠાકોરના શંકાસ્પદ મોત પાછળ કોઈ બીમારી નહોતી, પણ તેમની પોતાની જ પત્ની નર્મદા અને તેના પ્રેમી પ્રેમજીનું ખૂની ષડયંત્ર હતું.અડધી રાત્રે ઘરમાં ખેલાયેલા આ લોહીયાળ ખેલ અને ‘કુદરતી મોત’ના નાટકનો પોલીસે કેવી રીતે પર્દાફાશ કર્યો, વાંચો આ ખાસ રિપોર્ટમાં…
આ કેસની વિગતો એવી છે કે, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તપાસ બાદ શરૂઆતમાં આ કેસ એક કુદરતી મૃત્યુનો લાગતો હતો. હવે તે બદલાઈને સનસનાટીભરી હત્યા હોવાનું બહાર આવ્યું છે. શરૂઆતમાં આ ઘટના સામાન્ય લાગતી હતી, પરંતુ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પોલીસનું કહેવું છે કે મૃતક ગામાભાઈ ઠાકોરની હત્યા તેમની પત્ની નર્મદા, પ્રેમી પ્રેમજી પટેલ અને મુકેશ ઠાકોર નામના સાથી દ્વારા કરવામાં આવી હતી. 8 જુલાઈના રોજ ઘરેથી તેમનો મૃતદેહ મળી આવ્યા બાદ શરૂ થયેલી તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. જેણે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરી દીધો છે. હવે ત્રણેય આરોપીઓ સામે હત્યા અને ગુનાહિત કાવતરા સહિત વિવિધ આરોપો હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હત્યા કેવી રીતે અને શા માટે કરવામાં આવી
પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે ગામાભાઈ ખેતરમાં કામ માટે ગયા હતા. તે રાત્રે ઘરે પાછા ફર્યા પછી, તેમણે તેમની પત્નીને પ્રેમજી સાથે જોઈ જોતાં દંપતી વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. ઝઘડો વધી જતાં નર્મદાએ કથિત રીતે લાકડાના પાટિયાથી ગામાભાઈના માથા પર પ્રહાર કર્યો હતા. આ પ્રહાર એટલો જબરદસ્ત હતો કે ગામાભાઈ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ તેમને ખાટલા પર બેસાડી દીધા અને દોરડાથી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.
આ રીતે થયો મોટો ખુલાસો
બીજા દિવસે સવારે પત્નીએ દાવો કર્યો કે ગામાભાઈનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું કે મૃત્યુ કુદરતી નહોતું. પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ થરાદ પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. પૂછપરછ દરમિયાન ગામાભાઈની પત્ની અને અન્ય બે આરોપીઓએ ગુનો કબૂલ્યો. પોલીસે આ કેસના સંદર્ભમાં નર્મદા, પ્રેમજી અને મુકેશની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગામાભાઈ અને નર્મદાને નવ બાળકો હતા. આમ છતાં નર્મદા તેના પ્રેમી સાથે પ્રણયના ફાગ ખેલતી હતી.
નવા નવા કેસો જે પ્રકારે બહાર આવતા જાય છે. એ કેસો સાબિત કરે છે કે આજે પ્રેમ પ્રકરણનો કોઈ ભરોસો નથી. સિયાએ જે રીતે કેતનને ખીણમાં ધકેલી દીધો એ જ પ્રમાણે પ્રકાશમાં આવેલા નવા અનેક કેસોએ હવે ચિંતાનો માહોલ પેદા કર્યો છે.
