પરમાણુ હુમલો પણ કંઈ બગાડી શકે એમ નથી!: પુતિને ઈરાન મોકલ્યું એ વિમાન; જાણો- કયા ફીચર્સ તેને બનાવે છે ખાસ

Spread the love

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ પોતાનું એક વિશેષ વિમાન તેહરાન મોકલ્યું છે. અહેવાલોમાં ફ્લાઈટ ટ્રેકિંગ ડેટાના હવાલાથી લખવામાં આવ્યું છે કે રશિયાએ પોતાના સૌથી સુરક્ષિત અને ગુપ્ત એર કમાન્ડ વિમાનોમાંથી એક Tupolev Tu-214PU ને અચાનક તેહરાન મોકલ્યું છે. આ કોઈ સામાન્ય એરક્રાફ્ટ નથી, પરંતુ તેને રશિયાનું ‘ડૂમ્સડે વિમાન’ (Doomsday Plane) કહેવામાં આવે છે.એટલે કે એવું વિમાન જેનો ઉપયોગ પરમાણુ હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં કરવામાં આવે છે. આ વિમાન સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે, જેનો ઉપયોગ આવી ઈમરજન્સીમાં કમાન્ડ સેન્ટર તરીકે થાય છે. આ જ પ્લેનથી સરકાર અને સેનાને આદેશ (કમાન્ડ) આપી શકાય છે.

 

કેમ ખાસ છે આ વિમાન?

 

એર ઈમરજન્સી વોર રૂમ: Tu-214PU વિમાનને ખાસ કરીને હવામાં જ એક ઈમરજન્સી વોર રૂમ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

 

ટોચના નેતાઓ માટે સેવા: આ વિમાન ‘રોસિયા સ્પેશિયલ ફ્લાઈટ સ્ક્વોડ્રન’ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, જે રશિયાના ટોચના રાજકીય અને સૈન્ય નેતૃત્વને લાવવા-લઈ જવાનું કામ કરે છે.

 

અભેદ્ય કોમ્યુનિકેશન સિસ્ટમ: આ વિમાનની સંચાર પ્રણાલી એટલી મજબૂત છે કે તેમાં કોઈ પણ સેંધ લગાવી શકતું નથી (હેક કરી શકતું નથી).

 

એડવાન્સ કંટ્રોલ સિસ્ટમ: આ સિવાય તે સેફ ડેટા લિંક અને એડવાન્સ કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે. તેનો ઉપયોગ પરમાણુ યુદ્ધ જેવા ભીષણ સંકટ દરમિયાન થઈ શકે છે. આના દ્વારા દેશના ટોચના અધિકારીઓ હવામાં રહીને પણ આખી સેના અને સરકાર ચલાવી શકે છે.

 

આ વિમાન સોવિયત કાળના Tu-204 મધ્યમ અંતરના પેસેન્જર પ્લેનનું જ એક એડવાન્સ વર્ઝન છે. આ ટ્વિન-એન્જિન નેરો-બોડી વિમાને પહેલીવાર 1989માં ઉડાન ભરી હતી અને 1990ના દાયકાના મધ્યમાં તેને કોમર્શિયલ સર્વિસમાં સામેલ કરવામાં આવ્યું હતું.

 

રશિયાની એન્ટ્રીનો મેસેજ?

 

આ વિમાન એવા સમયે તેહરાન પહોંચ્યું છે જ્યારે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) વાળા વિસ્તારમાં ઈરાની ઠેકાણાઓ પર હુમલા તેજ કરી દીધા છે, જેને એક બહુ મોટો વ્યૂહાત્મક (Strategic) મેસેજ માનવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, ઈરાન અને રશિયા વચ્ચે અમેરિકી હુમલાઓને લઈને ગુપ્ત વાતચીત થઈ હતી, જે બાદ આ વિમાનને તેહરાન રવાના કરવામાં આવ્યું છે.

 

ઈરાને અમેરિકી ઠેકાણાઓ પર દાગી મિસાઈલો

 

આ દરમિયાન ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના હુમલાના જવાબમાં કુવૈત, બહરીન, જોર્ડન અને ઓમાન સ્થિત તેના સૈન્ય મથકો (Military Bases) પર મિસાઈલો દાગી છે. અલ જઝીરાએ IRGCના હવાલાથી જણાવ્યું કે, તેણે બહરીનના જુફૈર સ્થિત અમેરિકી મિલિટ્રી બેઝ અને ઓમાનમાં લાંબા અંતરના FPS એર સર્વેલન્સ રડાર અને વેસલ ડિટેક્શન રડાર પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે.

અહેવાલો અનુસાર, અમેરિકાએ ઈરાનના અનેક વિસ્તારોમાં એર સ્ટ્રાઈક કરી છે. ઈરાનના બંદર અબ્બાસ વિસ્તારમાં વિસ્ફોટોના અનેક અવાજો સંભળાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *