Bharuch: પાનોલી પોલીસ સ્ટેશનમાં ACBનો દરોડો, 1 લાખની લાંચ લેતા 3 પોલીસકર્મી રંગેહાથ ઝડપાયા

Spread the love

વિક્કી જોષી, ભરૂચભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓ દ્વારા લાંચ માંગવાનો કિસ્સો સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને 1 લાખ રૂપિયાની લાંચ લેતા બે હેડ કૉન્સ્ટેબલ અને એક LRD જવાનને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કિસ્સાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસકર્મીઓએ લાંચની રકમ ચૂકવવા માટે બુટલેગરને ‘EMI’ની સુવિધા પણ આપી હતી.શું છે સમગ્ર મામલો?પ્રાપ્ત માહિતી અનુસાર, એક બુટલેગર જેલમાંથી મુક્ત થયો હતો. પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ કબજે કરેલો મોબાઈલ પરત આપવાના બદલામાં બુટલેગર પાસે કુલ 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

લાંચ માટે ‘EMI’ની વિચિત્ર ઓફરપોલીસકર્મીઓની લાલચ એટલી હદે વધી ગઈ હતી કે તેમણે 3 લાખ રૂપિયાની મોટી રકમ એકસાથે ચૂકવવામાં મુશ્કેલી અનુભવતા બુટલેગરને આ રકમ હપ્તામાં ચૂકવવાની સુવિધા આપી હતી. નક્કી થયા મુજબ, 1-1 લાખના ત્રણ હપ્તામાં લાંચની રકમ ચૂકવવાની હતી. આ પૈકી પ્રથમ હપ્તો એટલે કે 1 લાખ રૂપિયા લેવા માટે પોલીસકર્મીઓએ બુટલેગરને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

ACBનું સફળ ઓપરેશનબુટલેગરે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે પાનોલી પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું. જેવું બુટલેગર દ્વારા 1 લાખ રૂપિયાનું પેકેટ ડી-સ્ટાફની ચેમ્બરમાં પોલીસકર્મીઓને આપવામાં આવ્યું, તે જ સમયે ACBની ટીમે ત્રાટકીને ત્રણેય કર્મચારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

આ ઘટનાથી સમગ્ર ભરૂચ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. હાલ ACB દ્વારા ત્રણેય આરોપી પોલીસકર્મીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *