જૂન મહિનાના અંતમાં યુરોપના 27 દેશોમાં રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. 22 થી 28 જૂન વચ્ચે આ દેશોમાં 10,650 થી વધુ વધારાના મૃત્યુ નોંધાયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષના આ સમયગાળામાં આટલી મોટી સંખ્યામાં અચાનક મૃત્યુઆંક વધવો સામાન્ય નથી, અને તેની પાછળનું મુખ્ય કારણ ભીષણ ગરમી (હીટવેવ) હોવાની પ્રબળ શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મૃત્યુ વધે તેવું કોઈ અન્ય મોટું કારણ સામે આવ્યું નથી, જે ક્લાયમેટ ચેન્જ તરફ આંગળી ચીંધે છે.વૃદ્ધો પર સૌથી વધુ અસરઆંકડાઓ મુજબ, કુલ 10,650 મૃત્યુમાંથી 9,000 થી વધુ મૃત્યુ 65 વર્ષ કે તેથી વધુ વયના લોકોના હતા. ડોક્ટરોના મતે વૃદ્ધોનું શરીર અત્યંત ગરમીને સહન કરી શકતું નથી. જો તેમને હૃદય કે શ્વાસ સંબંધિત કોઈ બીમારી હોય તો ગરમીમાં તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે.
કયા દેશોમાં સૌથી વધુ અસર?જૂનના અંતિમ સપ્તાહમાં ખાસ કરીને ફ્રાન્સ અને બેલ્જિયમમાં સૌથી વધુ વધારાના મૃત્યુ નોંધાયા હતા. બેલ્જિયમના જાહેર આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વર્ષ 2000 પછી કોઈપણ હીટવેવ દરમિયાન ત્યાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પણ મે અને જૂનની ગરમી દરમિયાન આશરે 2,700 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો અંદાજ છે.નિષ્ણાતોની ચેતવણીવૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્લાયમેટ ચેન્જને કારણે હવે હીટવેવ વારંવાર અને વધુ શક્તિશાળી બની રહ્યા છે. હીટવેવ શરૂ થયાના પહેલાના આઠ અઠવાડિયા સુધી તો મૃત્યુદર સરેરાશ કરતા ઓછો હતો, પરંતુ જૂનના છેલ્લા સપ્તાહમાં ગરમી વધતા જ તે અચાનક વધી ગયો. નિષ્ણાતોએ લોકોને સાવચેતી રાખવા અને ગરમીથી બચવા માટે સતત માર્ગદર્શન મેળવતા રહેવાની સલાહ આપી છે.
