ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે એક નિર્ણાયક અને ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. તાજેતરના ઘટનાક્રમમાં, અમેરિકી સેનાએ હોરમુઝની ખાડીમાં ઈરાનના એક ઓઈલ ટેન્કરને નિષ્ક્રિય કરી દીધું છે, જેના જવાબમાં ઈરાને આક્રમક વલણ અપનાવતા બહેરીન, કુવૈત અને જોર્ડન સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલોથી વળતો પ્રહાર કર્યો છેદરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS) દ્વારા તમામ શિપિંગ માલિકો અને ભરતી કરતી કંપનીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જ્યાં સુધી સરકાર તરફથી નવો આદેશ ન મળે ત્યાં સુધી હોરમુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોને તૈનાત ન કરવા.
આ યુદ્ધમાં કોનું પલડું ભારે છે? કયા દેશો આ સંઘર્ષમાં સીધા સામેલ થઈ રહ્યા છે? અને શું ત્રીજું વિશ્વયુદ્ધ નજીક આવી રહ્યું છે? આ દરેક પ્રશ્નોના જવાબ અને મધ્ય પૂર્વની ક્ષણે-ક્ષણની માહિતી મેળવવા માટે અમારા આ LIVE BLOG સાથે જોડાયેલા રહો.
ઈરાકના બસરા બંદર નજીક જહાજ પર ડ્રોન હુમલો
ઈરાકના દક્ષિણ પ્રાંત બસરામાં આજે ગુરુવારે એક જહાજ પર ડ્રોન હુમલો થયાના અહેવાલે મધ્ય પૂર્વમાં ચિંતા વધારી દીધી છે. સુરક્ષા અધિકારીએ આપેલી માહિતી મુજબ, આ જહાજ UAEથી આવ્યું હતું અને તેમાં અમેરિકન બ્રાન્ડની કાર ભરેલી હતી. આ હુમલો બસરામાં આવેલા એક ઓઈલ ટર્મિનલની નજીક થયો છે. ઈરાકના ઓઈલ મંત્રાલયે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેઓ ટેન્કર પર કોઈ અજ્ઞાત વસ્તુ પડવાના અહેવાલોની તપાસ કરી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા યુદ્ધ અને દરિયાઈ માર્ગો પર વધતા જોખમો વચ્ચે આ ઘટના અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.
ગાઝામાં ઈઝરાયેલની મોટી કાર્યવાહી: હમાસના 4 શસ્ત્ર ભંડારો નષ્ટ કર્યા
ઈઝરાયેલી સેનાએ જાહેરાત કરી છે કે ગઈકાલે રાત્રે મધ્ય ગાઝા પટ્ટીમાં કરવામાં આવેલા સચોટ હવાઈ હુમલાઓમાં હમાસના 4 શસ્ત્ર ભંડારોને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યા છે. IDF ના નિવેદન અનુસાર, આ સુવિધાઓનો ઉપયોગ હમાસ દ્વારા એસોલ્ટ રાઈફલ્સ, RPG, ગ્રેનેડ, વિસ્ફોટક સાધનો અને અન્ય સૈન્ય સાધનોનો જથ્થો સંગ્રહવા માટે કરવામાં આવતો હતો. ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે આ હથિયારો ગાઝા પટ્ટીમાં તૈનાત ઈઝરાયેલી સૈનિકો પર હુમલો કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા હતા. આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ઈઝરાયેલી સૈનિકો સામે રહેલા આ જોખમને તાત્કાલિક દૂર કરવાનો હતો.
ભારતનું સુરક્ષા એલર્ટ: હોરમુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોની તૈનાતી પર રોક
ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મોટો અને સાવચેતીપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઈમ એડમિનિસ્ટ્રેશન (DGMA) એ દેશના તમામ શિપિંગ માલિકો અને ભરતી કરતી કંપનીઓને કડક સૂચના આપી છે કે, જ્યાં સુધી નવો આદેશ ન મળે ત્યાં સુધી હોરમુઝની ખાડીમાંથી પસાર થતા કોઈપણ જહાજ પર ભારતીય નાવિકોને તૈનાત ન કરવા. આ નિર્ણય અત્યંત મહત્વનો છે, કારણ કે ભારત વિશ્વમાં સૌથી વધુ નાવિકો પૂરા પાડતા દેશોમાંનું એક છે. શિપિંગ મંત્રાલયના વર્ષ ૨૦૨૫ના ડેટા મુજબ, ભારતમાં 3 lakh થી વધુ સક્રિય નાવિકો છે, જે વૈશ્વિક વેપારી જહાજોના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. DGMA દ્વારા બુધવારે જારી કરાયેલા આ નિવેદનનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વમાં વકરી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકો અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
