ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે પક્ષના રાષ્ટÙીય હોદ્દેદારોની સંખ્યા ૪૫ થી વધારીને ૬૦ કરવા સહિતના અનેક મહત્વના પ્રસ્તાવો પર ગંભીર વિચારણા ચાલી રહી છે. ભાજપ અધ્યક્ષ નિતિન નવીનની આગેવાની હેઠળ આ નવી હાઈટેક અને યુવા ટીમની જાહેરાત આગામી દિવસોમાં ગમે ત્યારે થઈ શકે છે. આગામી સમયમાં ચૂંટણીઓને ધ્યાને લઈને આ ફેરફારો જરૂરી બની ગયા છે.ગુજરાતમાં આજે કમલમમાં અમિત શાહ સરકાર અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં છે ત્યારે ચર્ચા એ છે કે ગુજરાતમાં પણ કંઈક અલગ થવાનું છે.દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીન વચ્ચે એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ છે. આ હાઈલેવલ બેઠક બાદ પક્ષના હોદ્દેદારોની નવી યાદી અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત ફેરબદલને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, નિતિન નવીનના નેતૃત્વમાં નવી ટીમની જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ પહેલા જૂન મહિનાની શરૂઆતમાં પણ પીએમ મોદીએ પક્ષના ટોચના નેતાઓ સાથે આવી જ એક હાઈલેવલ બેઠક કરી હતી.રિપોર્ટ્સ અનુસાર, હાલના વર્ષોમાં દેશભરમાં ભાજપનો વ્યાપ અને વિસ્તાર ખૂબ જ વધ્યો છે, પરંતુ તેની સામે પક્ષના સંગઠનાત્મક માળખામાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા નથી. લાંબા સમયથી એક જ માળખું ચાલતું હોવાને કારણે પક્ષના હાઈકમાન્ડ અને ટોચના નેતૃત્વ પર કામનું ભારે દબાણ ઊભું થયું છે.
આથી, આગામી સમયની રાજકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી રાષ્ટ્રીય ટીમ અને કેબિનેટમાં ફેરબદલની પ્રક્રિયા અનિવાર્ય બની ગઈ છે.ભાજપમાં ફેરફાર માટેના ૩ સૌથી મહત્વના પ્રસ્તાવો હોદ્દેદારોની સંખ્યામાં વધારોઃ ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની કુલ સંખ્યા વર્તમાન ૪૫ થી વધારીને ૬૦ કરવામાં આવી શકે છે.નવા ક્ષેત્ર પ્રભારીઃ રાષ્ટÙીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના ‘ક્ષેત્ર પ્રચારકો’ની તર્જ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીનને દેશના ખાસ અને મહત્વના વિસ્તારોના સીધા પ્રભારી બનાવવાનો પ્રસ્તાવ છે.સંસદીય બોર્ડનું પુનર્ગઠનઃ પક્ષના સંસદીય બોર્ડમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને નવા ચહેરાઓને સ્થાન આપવા માટે સભ્યોની નિમણૂકનો મુદ્દો સૌથી મોખરે છે.ભાજપ હાઈકમાન્ડની આ કવાયત એટલા માટે પણ સૌથી વધુ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. નિતિન નવીન હાલમાં ભાજપના ઇતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષોમાંથી એક છે અને તેઓ પોતાની આખી મશીનરીને રી-ઓર્ગેનાઈઝ કરી રહ્યા છે. બેઠકમાં ઉત્તર પ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની આગેવાની હેઠળ લાંબા સમયથી બાકી રહેલી નવી ટીમની જાહેરાત અને ચૂંટણી વ્યુહરચનાને ધારદાર બનાવવા અંગે ગંભીર ચર્ચા થઈ છે. દેશના સૌથી મોટા રાજકીય રાજ્યમાં ભાજપ કોઈપણ કસર છોડવા માંગતું નથી.
ભાજપની સૌથી પાવરફૂલ કમિટી સંસદીય બોર્ડથી લઈને મંત્રીમંડળમાં મોટા ફેરફાર તેવી અટકળો લાગી
ભાજપની સૌથી પાવરફૂલ કમિટી સંસદીય બોર્ડથી લઈને મંત્રીમંડળમાં મોટા ફેરફાર તેવી અટકળો લાગી
ભાજપની સૌથી પાવરફૂલ કમિટી સંસદીય બોર્ડથી લઈને મંત્રીમંડળમાં મોટા ફેરફાર તેવી અટકળો લાગી
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે પક્ષના રાષ્ટÙીય હોદ્દેદારોની સંખ્યા ૪૫ થી વધારીને ૬૦ કરવા સહિતના અનેક મહત્વના પ્રસ્તાવો પર ગંભીર વિચારણા ચાલી રહી છે. ભાજપ અધ્યક્ષ નિતિન નવીનની આગેવાની હેઠળ આ નવી હાઈટેક અને યુવા ટીમની જાહેરાત આગામી દિવસોમાં ગમે ત્યારે થઈ શકે છે. આગામી સમયમાં ચૂંટણીઓને ધ્યાને લઈને આ ફેરફારો જરૂરી બની ગયા છે.
ગુજરાતમાં આજે કમલમમાં અમિત શાહ સરકાર અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં છે ત્યારે ચર્ચા એ છે કે ગુજરાતમાં પણ કંઈક અલગ થવાનું છે.દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીન વચ્ચે એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ છે. આ હાઈલેવલ બેઠક બાદ પક્ષના હોદ્દેદારોની નવી યાદી અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત ફેરબદલને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, નિતિન નવીનના નેતૃત્વમાં નવી ટીમની જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ પહેલા જૂન મહિનાની શરૂઆતમાં પણ પીએમ મોદીએ પક્ષના ટોચના નેતાઓ સાથે આવી જ એક હાઈલેવલ બેઠક કરી હતી.રિપોર્ટ્સ અનુસાર, હાલના વર્ષોમાં દેશભરમાં ભાજપનો વ્યાપ અને વિસ્તાર ખૂબ જ વધ્યો છે, પરંતુ તેની સામે પક્ષના સંગઠનાત્મક માળખામાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા નથી. લાંબા સમયથી એક જ માળખું ચાલતું હોવાને કારણે પક્ષના હાઈકમાન્ડ અને ટોચના નેતૃત્વ પર કામનું ભારે દબાણ ઊભું થયું છે.
આથી, આગામી સમયની રાજકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી રાષ્ટ્રીય ટીમ અને કેબિનેટમાં ફેરબદલની પ્રક્રિયા અનિવાર્ય બની ગઈ છે.ભાજપમાં ફેરફાર માટેના ૩ સૌથી મહત્વના પ્રસ્તાવો હોદ્દેદારોની સંખ્યામાં વધારોઃ ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની કુલ સંખ્યા વર્તમાન ૪૫ થી વધારીને ૬૦ કરવામાં આવી શકે છે.નવા ક્ષેત્ર પ્રભારીઃ રાષ્ટÙીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના ‘ક્ષેત્ર પ્રચારકો’ની તર્જ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીનને દેશના ખાસ અને મહત્વના વિસ્તારોના સીધા પ્રભારી બનાવવાનો પ્રસ્તાવ છે.સંસદીય બોર્ડનું પુનર્ગઠનઃ પક્ષના સંસદીય બોર્ડમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને નવા ચહેરાઓને સ્થાન આપવા માટે સભ્યોની નિમણૂકનો મુદ્દો સૌથી મોખરે છે.ભાજપ હાઈકમાન્ડની આ કવાયત એટલા માટે પણ સૌથી વધુ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. નિતિન નવીન હાલમાં ભાજપના ઇતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષોમાંથી એક છે અને તેઓ પોતાની આખી મશીનરીને રી-ઓર્ગેનાઈઝ કરી રહ્યા છે. બેઠકમાં ઉત્તર પ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની આગેવાની હેઠળ લાંબા સમયથી બાકી રહેલી નવી ટીમની જાહેરાત અને ચૂંટણી વ્યુહરચનાને ધારદાર બનાવવા અંગે ગંભીર ચર્ચા થઈ છે. દેશના સૌથી મોટા રાજકીય રાજ્યમાં ભાજપ કોઈપણ કસર છોડવા માંગતું નથી.
આ ઉપરાંત, આગામી સમયમાં જે રાજ્યોમાં સંગઠન અને સરકાર બંને સ્તરે ફેરફારો થવાના છે, ત્યાંની રાજકીય સ્થિતિની પણ ટોચના નેતાઓએ સમીક્ષા કરી છે. આગામી સમયમાં માત્ર યુપી જ નહીં પંજાબ અને ગુજરાત પણ અગત્યના છે. ગુજરાત એ પીએમ મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ હોવાની તેઓની સક્રિય નજર ગુજરાત પર રહે છે. ૧ જૂને પીએમ મોદીના નિવાસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાજપ અધ્યક્ષ નિતિન નવીન, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, બી.એલ.
સંતોષ અને દેવેન્દ્ર ફડણવીસ સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો હાજર હતા. તે બેઠકનો મુખ્ય હેતુ રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓની વ્યુહરચના ઘડવાનો હતો, જે આ મોટા ફેરબદલની શરૂઆતનો સંકેત હતો.રાષ્ટ્રીય હોદ્દેદારોની સંખ્યા ૪૫ થી વધીને ૬૦ થવાથી પક્ષમાં નવા અને યુવા ચહેરાઓને મોટી જવાબદારી મળશે. પીએમ મોદી અને અમિત શાહ સીધા ક્ષેત્ર પ્રભારી બનશે તો પાયાના સ્તરે પક્ષની પકડ વધુ મજબૂત થશે અને આગામી ચૂંટણીઓ માટે સંગઠન વધુ સક્રિય બનશે.