કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ એક મોટો મુદ્દો બનેલો છે. નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓને એ આતુરતા છે કે શું નવા ફેરફાર આવી શકે છે અને કર્મચારીઓના પગાર કેટલા વધી શકે છે. સાતમાં પગાર પંચ હેઠળ જો તમે પગાર મેળવતા હોવ તો તમારો પગાર કેટલો વધી શકે તે અંદાજિત ગણતરીથી સમજો.
જો સરકાર આઠમાં પગાર પંચમાં પણ એ જ ફિટમેન્ટ ફેક્ટર ચાલુ રાખે જે સાતમાં પગાર પંચમાં હતું તો અલગ અલગ લેવલના કર્મચારીઓનો પગાર અને હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) પર અલગ અલગ અસર પડશે.
અહીં લેવલ 1, 5, 7, 10ના કર્મચારીઓ માટે તેની આખી ગણતરી આપવામાં આવી છે.
સાતમા પગાર પંચ હેઠળ સરકારે 2.57નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કર્યું હતું. જેના આધારે જ ન્યૂનતમ બેઝિક સેલરી 7000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા થઈ હતી. આવામાં જો આઠમાં પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવે તો વર્તમાન ન્યૂનતમ બેઝિક સેલરીમાં 2.57 ગણો વધારો થઈ શકે છે.
લેવલ 1થી 5 સુધીના કર્મચારીઓનો પગાર
લેવલ 1 (એમટીએસ, ટ્રેકમેન, ગ્રુપ ડીના કર્મચારીઓ)નો પગાર હાલ બઝિક પગાર 18000 રૂપિયા છે.
પરંતુ આઠમાં પગાર પંચની ભલામણો લાગૂ થયા બાદ આ બેઝિક પગાર જો ફિટમેન્ટ ફેક્ટર યથાવત રાખવામાં આવે તો 18,000 × 2.57 = 46,260 રૂપિયા થઈ શકે છે.
એ જ રીતે લેવલ 5 કર્મચારીઓનો બેઝિક પગાર 75,044 રૂપિયા થઈ શકે છે.
લેવલ 7થી 10 સુધીના કર્મચારીઓનો પગાર
લેવલ 7 (સેક્શન ઓફિસર, ઈનકમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ગ્રુપ બી નોન ગેઝેટેડ)નો હાલ પગાર 44,900 રૂપિયા છે.
પરંતુ આઠમાં પગાર પંચની ભલામણો બાદ જો ફિટમેન્ટ ફેક્ટ એ જ રહે તો બેઝિક પગાર 1,15,393 રૂપિયા થઈ શકે છે.
લેવલ 10ના કર્મચારીઓનો બેઝિક પગાર 1,44,177 રૂપિયા થઈ શકે છે.
હાઉસ રેન્ટ એલાઉન્સ પર શું પડશે અસર?
કેન્દ્ર સરકારના નિયમો મુજબ HRAની ગણતરી બેઝિક પગારના આધારે થાય છે.
શહેરોને ત્રણ કેટેગરી X, Y, Z માં વહેંચવામાં આવ્યા છે.
વર્તમાન નિયમો હેઠળ જ્યારે ડીએ 50 ટકા પાર થઈ ચૂક્યું છે, HRAના દરો ક્રમશ: 30%, 20% અને 10% છે.
જ્યારે નવું પગાર પંચ લાગુ થશે અને બેઝિક પગાર વધશે તો HRAમાં પણ સારો વધારો જોવા મળી શકે છે.
