ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામ નજીક આવેલ ઓમ વિલા બંગ્લોઝમાંથી એક હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે. આ દરોડા દરમિયાન પોલીસે 9 પત્તાપ્રેમીઓની અટકાયત કરી છે અને ઘટનાસ્થળેથી ₹ 24.30 લાખની રોકડ રકમ તેમજ બે વૈભવી કાર સહિત કુલ ₹ 44.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, જે બંગલામાં જુગારધામ ચાલતું હતું તેનું લાઈટ બિલ મોરબીના વોર્ડ નંબર 8ના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના નામે છે.
મોરબી જુગારધામ પર રેડમાં 9 પત્તાપ્રેમીઓ ઝડપાયા; જે બંગલામાં ખેલ ચાલતો તેનું લાઈટ બિલ ભાજપના ક્યાં મોટા નેતાના પતિના નામે ખુલ્યું?
મોરબી જુગારધામ પર રેડમાં 9 પત્તાપ્રેમીઓ ઝડપાયા; જે બંગલામાં ખેલ ચાલતો તેનું લાઈટ બિલ ભાજપના ક્યાં મોટા નેતાના પતિના નામે ખુલ્યું?
મોરબી જુગારધામ પર રેડમાં 9 પત્તાપ્રેમીઓ ઝડપાયા; જે બંગલામાં ખેલ ચાલતો તેનું લાઈટ બિલ ભાજપના ક્યાં મોટા નેતાના પતિના નામે ખુલ્યું?
મોરબી: ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામ નજીક આવેલ ઓમ વિલા બંગ્લોઝમાંથી એક હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે. આ દરોડા દરમિયાન પોલીસે 9 પત્તાપ્રેમીઓની અટકાયત કરી છે અને ઘટનાસ્થળેથી ₹ 24.30 લાખની રોકડ રકમ તેમજ બે વૈભવી કાર સહિત કુલ ₹ 44.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, જે બંગલામાં જુગારધામ ચાલતું હતું તેનું લાઈટ બિલ મોરબીના વોર્ડ નંબર 8ના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના નામે છે.
‘ઓમ વિલા’ બંગ્લોઝના મકાન નંબર એ-3માં દરોડો પાડ્યો
બોર્ડર રેંજ આઈજીના સીધા માર્ગદર્શન હેઠળ ભુજની ટીમ મોરબી શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, મોરબીના પંચાસર રોડ પર રહેતો દેવકરણ શીતાણી (વ્યાસ) નામનો શખ્સ બહારથી જુગારના શોખીનોને બોલાવીને ઘુનડા સજનપર રોડ પર આવેલા ‘ઓમ વિલા’ બંગ્લોઝના મકાન નંબર એ-3માં નાલ ઉઘરાવી ગેરકાયદેસર તીનપત્તીનો જુગાર રમાડી રહ્યો છે.
બોર્ડર રેંજ ભુજની ટીમે 44 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
બાતમીના આધારે રેંજ ટીમે ઓચિંતો દરોડો પાડતા જુગાર રમતા નવ ઇસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ₹ 24,30,800ની રોકડ રકમ, ₹ 46,000ની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન અને ₹ 20 લાખની કિંમતની બે કાર સહિત કુલ ₹ 44,76,800નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા શખ્સોમાં મોરબી, હળવદ અને ધ્રોલના નામી આસામીઓ સામેલ છે.
ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું નામ ખુલતા રાજકારણમાં ગરમાવો
પોલીસ તપાસમાં બંગલાનું લાઈટ બિલ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકાસણાના નામે હોવાનું ખુલ્યું છે, જેમના પત્ની હાલ મોરબીના વોર્ડ 8માંથી ભાજપના શાસક પક્ષના કોર્પોરેટર છે. શાસક પક્ષના નેતાના પારિવારિક બંગલામાંથી આટલું મોટું જુગારધામ પકડાતા સ્થાનિક કક્ષાએ અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. આ સપાટો બોલાવીને બોર્ડર રેંજ ભુજની ટીમે મોરબીની સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ફરી એકવાર ઉઘાડી પાડી છે.
મોરબીમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ
મોરબીમાં સ્થાનિક પોલીસ નાકની નીચે ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી અજાણ હોય કે આંખ આડા કાન કરતી હોય, પરંતુ અગાઉ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ અને હવે ભુજની રેંજ ટીમે કરેલી મોટી કાર્યવાહીઓએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
