તું તો મરી જઈશ, પછી મારું શું થશે? પતિને કેન્સર થતાં પત્નીએ જાણ બહાર બીજા યુવક સાથે લગ્ન કરી લીધા

Spread the love

મધ્ય પ્રદેશના રતલામથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કેન્સરની બીમારીથી ઝઝૂમી રહેલા પતિને છોડી તલાક આપ્યા વિના એક મહિલાએ બીજા લગ્ન કરી લીધા. સાથે જ પતિને કહ્યું કે, તું તો કાલે મરી જઈશ તો પછી મારું શું થશે? આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો તો કોર્ટે પણ કડક આદેશ આપ્યો.

સોશિયલ મીડિયા પર થઈ હતી દોસ્તી

 

હકીકતમાં જોઈએ તો, આ આખો મામલો રતલામની રાજસ્વ કોલોનીનો છે.

અહીં રહેતા આકાશ જાટની ઓળખાણ સોશિયલ મીડિયા દ્વારા સાક્ષી નકુમ સાથે થઈ હતી. છ મહિનામાં બંને એટલા નજીક આવી ગયા કે 20 નવેમ્બરના રોજ ઇન્દોરના આર્ય સમાજમાં જઈને લગ્ન કરી લીધા. બાદમાં પરિવારની સહમતિથી રતલામમાં પણ લગ્ન કર્યા.

 

પતિને છે કેન્સર

 

લગ્નના થોડા મહિના બાદ જાણવા મળ્યું કે, પતિને કેન્સર છે. આકાશને શ્વાસની નળીમાં કેન્સર છે. ત્યાર બાદ પત્ની સાક્ષીનો વ્યવહાર એકદમથી બદલાઈ ગયો. તે સાથે પતિને સાથ આપવાની જગ્યાએ તેનાથી દૂર થવા લાગી.

મારું શું થશે

 

સાથે જ પત્ની સાક્ષી નકુમ કહેવા લાગી કે તું તો મરી જઈશ, તો મારું શું થશે? આ દરમ્યાન સાક્ષીએ આકાશ પર મારપીટની ફરિયાદ પણ નોંધાવી હતી. પણ મેડિકલ પુરાવાના આધાર પર કોઈ કાર્યવાહી થઈ નહીં. પછી ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી.

 

બીજા યુવક સાથે લગ્ન કરી લીધા

 

સાક્ષી અને આકાશનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ દરમ્યાન સાક્ષીએ છતરપુરના એક યુવક સાથે 10 જૂન 2024ના રોજ લગ્ન કરી લીધા. જાણકારી મળતા આકાશે કોર્ટમાં અરજી દાખલ કરી. વળી કોર્ટે 18 એપ્રિલ 2026ના રોજ ફેમિલી કોર્ટે સાક્ષીના છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. તે ખોટા આરોપ લગાવતી હતી કે પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી.

કોર્ટમાં હાજર ન થઈ

 

કોર્ટે આ મામલામાં સાક્ષીને ઘણી વાર સમન જાહેર કર્યું. પણ તે હાજર થઈ નહીં. વારંવાર હાજર ન થતાં કોર્ટે તેના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કર્યું. સાથે જ 25 જૂલાઈ 2026ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ પણ આપ્યો.

 

અહીં ઉલ્લેખનીય છે કે કેન્સર જેવી બીમારીથી ઝઝૂમી રહેલા આકાશ જાટની હાલત ખૂબ જ દયનીય છે. મા-પાપા પણ હવે દુનિયામાં નથી. આકાશ એકલો છે. તમામ મુશ્કેલીઓ વેઠતા બીમારીની સારવાર કરાવી રહ્યો છે. દોસ્તો અને વકીલોની મદદથી તેની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *